Home » Madhya Gujarat » Latest News » Panchmahal » 14 youths from Vadodara, who took over liquor from Pavagadh were arrested

પાવાગઢમાંથી દારૂની મહેફીલ માણતા વડોદરાના 14 નબીરાઓ ઝડપાયા

Divyabhaskar.com | Updated - Jul 08, 2018, 08:00 PM

પાવાગઢ પોલીસની કાર્યવાહી સામે અનેક પ્રશ્નો ઉભા થયા

  • 14 youths from Vadodara, who took over liquor from Pavagadh were arrested
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    પાવાગઢઃ જિલ્લા આર.આર.સેલ અને પાવાગઢ પોલીસે ચોક્કસ બાતમી આધારે સંયુક્ત ઓપરેશન હાથધરી શિવરાજપુર નજીક ભાટ ગામ પાસે ઢાબાની સામે આવેલ જંગલમાં વિદેશીદારૂની મહેફિલ માણતા વડોદરાના 14 નબીરાઓને દારૂની બોટલો સાથે ઝડપી પાડી પ્રોહીબીસનના ત્રણ ગુન્હા દાખલ કરી મેડિકલ માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી કાર્યવાહી કરાતા સ્થાનિક પોલીસને બદલે જિલ્લા આર.આર સેલે ટૂંકા સમયમાં કાર્યવાહી કરવાનો વારો આવતા પાવાગઢ પોલીસની કાર્યવાહી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.

    શિવરાજપુર પછી ધીમે ધીમે એપી સેન્ટર બની રહ્યું છે

    જિલ્લા આર.આર સેલને ચોક્કસ બાતમી મળી હતી કે શિવરાજપુર પાસે આવેલ ભાટ ગામના પાટિયા પાસે ગેરકાયદેસર ચાલતા ખાણીપિણીના ઢાબા સામે ખુલ્લામાં વડોદરાના 14 ખાનદાની નબીરાઓ વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યાં છે હોવાની બાતમી ને લઈ પાવાગઢ પોલીસ ને સાથે રાખી આર.આર સેલએ રેડ મારી વિદેશી દારૂની બોટલો સાથે ઝડપી પાડી પ્રોહીબીસનના ત્રણ ગુન્હા દાખલ કરી કાર્યવાહી કરતા વિસ્તારમાં સોપો પડી ગયો છે, ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જિલ્લા આર.આર.સેલએ ભાટ ગામે ઢાબા પર આવી જ દારૂની મહેફિલ માનતા વડોદરાના નબીરાઓને ઝડપી પાડી કાર્યવાહી કરી ભાટ ગામએ વગર પાસ પરમીટે ચાલતા ઢાબાના સંચાલકો સામે કાર્યવાહી કરવા જિલ્લા આર.આર.સેલ દ્વારા હાલોલ મામલતદારને રિપોર્ટ કરાયો હતો. આમ પાવાગઢ શિવરાજપુર પછી ધીમે ધીમે એપી સેન્ટર બની રહ્યું છે.

    વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

  • 14 youths from Vadodara, who took over liquor from Pavagadh were arrested
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 14 youths from Vadodara, who took over liquor from Pavagadh were arrested
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ