પેપર લીક કૌભાંડ: આરોપી પકડવામાં પોલીસની ભૂલ, આરોપીના બદલે નિર્દોષ યશપાલને લઇ ગઇ

યશપાલ નરેન્દ્રસિંહ સોલંકીને છોડ્યો, યશપાલ જસંવતસિંહ સોલંકીને દબોચ્યો

divyabhaskar.com | Updated - Dec 07, 2018, 08:55 AM
police arrested wrong yashpal in lrd paper leak scam

વીરપુર: લોકરક્ષક દળની ભરતી પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં પોલીસે ભળતા જ યશપાલને પકડી પાડ્યો હતો. આ યશપાલ જસવંતસિંહ સોલંકી નહીં પણ યશપાલ નરેન્દ્રસિંહ સોલંકી હોવાનું જણાતાં તેને છોડી દીધો હતો. 1 દિવસ બાદ યશપાલ જશવંતસિંહને વીરપુરથી દબોચી લીધો હતો. લોકરક્ષકની પરીક્ષાનું રવિવારે પેપર લીક થયા બાદ મોડી રાત્રે યશપાલ નરેન્દ્રસિંહ સોલંકીને અમદાવાદથી પકડ્યો હતો.

યશપાલ નિર્દાષ હોવાની પરિવારજનોને ખબર પડતાં તેને છોડાવવા માટે ગાંધીનગરની દોટ મૂકી હતી. તેમણે મહીસાગરના લુણાવાડાના છાપરીના મુવાડામાં બે યશપાલ હોવાનો ખુલાસો કરતાં પોલીસને ભૂલ સમજાઇ હતી. પોલીસ યશપાલ જશવંતસિંહ સોલંકીની શોધખોળ કરી રહી હતી જ્યારે તેમણે પકડેલો શખ્સ યશપાલ નરેન્દ્રસિંહ સોલંકી હતો.

એકસરખાં નામના કારણે ભૂલ સર્જાતા મંગળવારે મોડી રાત્રે પોલીસે યશપાલ નરેન્દ્રસિંહ સોલંકીને તેના પરિવારજનોને સોંપી દીધો હતો. ત્યારબાદ પોલીસે યશપાલ જશવંતસિંહ સોલંકીને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં. બુધવારે મોડીરાત્રે તે વીરપુરના લીંબડિયા ચોકડી રોડ પરથી પકડાઇ ગયો હતો. ઉલ્લેખનિય છે કે, યશપાલસિંહ સોલંકી વડોદરા કોર્પોરેશનના સેનેટરી વિભાગમાં નોકરી કરતો હોવાની પોલીસને પહેલા જ દિવસે વિગતો મળી હતી.

મ્યુનિસિપલ કમિશ્નરે તપાસ કરાવતાં યશપાલસિંહ સોલંકી નહિ પણ યશપાલસિંહ ઠાકોર નામનો કોન્ટ્રાક્ટનો કર્મચારી વારસિયા અર્બન હેલ્થ સેન્ટરમાં પબ્લિક હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતો હતો. ગત 20 સપ્ટેમ્બરે નોકરી પરથી નીકળી ગયા બાદ ફરીવાર આવ્યો નથી. યશપાલસિંહ ઠાકોર જ યશપાલસિંહ સોલંકી હોવાની વિગતો સાથે પોલીસે પણ આ જ દિશામાં તપાસ કરી હતી.

X
police arrested wrong yashpal in lrd paper leak scam
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App