ગોધરા: ગોધરા બાયપાસ રોડ પર આવેલા ગદુકપુર ચોકડી તથા સાંપા ગામે ભારે વરસાદને કારણે ચાર વીજપોલ ધરાશાયી થઇ ગયા હતા. જેના કારણે આસપાસના ગામોમાં વીજળી ડુલ થઇ ગઇ હતી. જેથી ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે એમજીવીસીએલ દ્વારા તાત્કાલીક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવતા પુન: વીજળી શરૂ થઇ હતી. ગોધરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત પડેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા. તેમજ કેટલાક ઠેકાણે જમીન પોચી પડી ગઇ હતી. જેથી વિજ પોલ નમી પડવાના બનાવ બન્યા હતા. જેથી ગોધરાના એમજીવીસીએલના કર્મચારીઓ દ્વારા કામગીરી આરંભવાની શરૂઆત કરવામાં આવે તે જરૂરી બન્યુ છે.
ખાસ કરીને ગોધરા બાયપાસ રોડ પર આવેલા ગદુકપુર ચોકડી પાસે તથા સાંપા ગામે ભારે વરસાદને કારણે 8 વીજપોલ ધરાશાયી થઇ ગયા હતા. જોકે જીવંત વાયર સાથે વીજ પોલ પડતાં અનેક મુશ્કેલી સર્જાઇ હતી. જેના કારણે આસપાસના ગામોમાં વીજળી ડુલ થઇ જવાની ધટના બની હતી. બીજી તરફ વીજ પોલ ધરાશાયી થવાથી આસપાસના ગામમાં વીજળી નહીં પહોંચતાં ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે એમજીવીસીએલ દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી.
અન્ય સ્થળ પરથી હાલ વીજળી ચાલુ છે
બે દિવસ પૂર્વે ગદુકપુર તથા સાંપા ગામ પાસે અંદાજે 8 જેટલા વીજ થાંભલા પડી ગયા હોવાની ઘટના બની હતી. જેના કારણે લાઇટ બંધ થઇ જતાં અન્ય સ્થળ પરથી વીજ પ્રવાહ શરૂ કરવામાં આવ્યો છે. હાલ તે લાઇન પરથી વીજળી ચાલુ છે. આગામી એક બે દિવસમાં નમી પડેલા વીજ પોલ હટાવી દેવાની કામગરી કરાશે.
- જે.બી. દાણી, ડેપ્યુટી એન્જિનિયર, એમજીવીસીએલ