તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લુણાવાડા: અંબાજી પગપાળા જતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 6 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લુણાવાડા: અંબાજી માતાનાં દર્શનાર્થે ભારદવી પુનમના દર્શન કરવા જતા પદયાત્રાઓથી માર્ગો ઉભરાઈ રહ્યા છે. તેવા સમયે લુણાવાડા નજીક મોડાસા રોડ તરફ આવેલ વેરી નદીના પુલ પાસે મારૂતી સ્વીફટ ડીઝાઈર અકસ્માત સર્જાતા કવાંટના 6 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થતા. તાત્કાલીક ઈજાગ્રસ્તોને 108 મારફતે લુણાવાડા ખાતે ખસેડ્યાં હતા.

ચાલકને પોતાના સ્ટેરીંગ પરનો કાબૂ ગૂમાવ્યો

છોટાઉદેપુર જીલ્લાના કવાંટ અને પાવીજેતપુર તાલુકાના પદયાત્રીઓ અંબાજી દર્શનાથે નિકળ્યાં હતાં. તે દરમ્યાન લુણાવાડા 1 કિમી દુર મોડાસા રોડ તરફ આવેલ વેરી નદીના પાસે એક મોવડાના ઝાડનીચે તેમનો સરસામન ભરેલ છોટા હાથી રોડની સાઈડ પાર્કિગ કરી ઘટાદાર ઝાડની નીચે નાસ્તો કરી રહ્યા હતા. જેનાં યાત્રીઓ આરામ પણ કરતા હતાં. તે દરમ્યાન મોડાસા તરફથી આવતી મારૂતી સ્વીફટ ડીઝાઈર ગાડી પૂર ઝડપ હકારી ને આવતી હતી. તે દરમ્યાન ચાલકને પોતાના સ્ટેરીંગ પરનો કાબૂ ગૂમાવતા ડીવાઈડરને અથડાઈને રોડની બીજી તરફ એટલે કે મોડાસા તરફ જતાં માર્ગ પર ઉછડીને થાક ઉતારતાં પદયાત્રીઓ પર ત્રાડકી હતી. જેમાં અચાનક ઉડીને આવેલ કારથી પદયાત્રીઓની ચિસોથી વાતાવરણ ગમગીન બન્યું હતું.

પદયાત્રીઓની ચિસોથી વાતાવરણ ગમગીન બન્યું

આ ગંભીર અકસ્માતથી આસપાસ ના લોકોને જાણ થતાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ડીવાઈટર પર થી ઉછડીને આવેલી સ્વીફટ ડીવાઈટરની ગતિએ થી બધી હતી કે પદયાત્રીકોઓનાં સરસામાન લઈને આવેલ છોટા હાથી કારની ટકકરથી ખાડામાં જઈને પલ્ટીમારી ગયો હતો. જેમાં પદયાત્રીઓનો સરસામાન પણ ઉછડીને બાજુમાં આવેલ ખેતરમાં જઈ પડયો હતો. ઘટનાની જાણ લુણાવાડા પોલીસને થતાં લુણાવાડા પી.આઈ.ગામીત ઘટના સ્થળે પહોંચી તપાસ કાર્યવાહી હાથ ધરેલ હતી. તમામને લુણાવાડા કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આગળ જુઓ વધુ તસવીર...

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો