ગોધરા તાડપત્રી ગેંગના 5 લુણાવાડા પાસેથી ઝડપાયાં, LCBએ ભેદ ઉકેલ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ગોધરા તાડપત્રી ગેંગના 5 લુણાવાડા પાસેથી ઝડપાયાં
- શહેરાના સીગ્નલી ચોકડી નજીક પ્લાસ્ટીકના દાણા ભરેલી ટ્રકની લુંટના બનાવનો મહિસાગાર એલસીબીએ ભેદ ઉકેલ્યો
- પોલીસે બે ટ્રક તથા પ્લાસ્ટીકના દાણા મળી 16 લાખ ઉપરાંતનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી કરી
લુણાવાડા: લુણાવાડાના સિગ્નલી ચોકડી પાસેથી થયેલી પ્લાસ્ટીકના દાણા ભરેલી મહીસાગર પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી કાઢયો છે. આ પ્રકરણમાં પોલીસે લૂંટ કરનાર તથા લૂંટનો માલ લેનાર સહિત પાંચની ધરપકડ કરી તપાસ આરંભી છે. પોલીસે બે ટ્રક તથા પ્લાસ્ટીકના દાણા મળી 16 લાખ ઉપરાંતનો મુદામાલ જપ્ત કર્યો છે. નોંધનિય છેકે ઝડપાયેલા પૈકી એક લૂંટારુ સાપ્તાહિક પેપર સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે.
શહેરા ટૉલનાકા નજીક શીગનલી ચાર રસ્તા પાસે રોડ ઉપર પ્લાસટીકના દાણા ભરેલી ટ્રકને બીજી ટ્રક વડે આંતરીને પાંચથી છ ઇસમોએ ટ્રકના ડ્રાઇવર અને કલીનરને ટ્રકમાંથી ઉતારી હાથે પગે દોરડા બાંધી મોઢે પાટા બાંધી બીજી ટ્રકમાં બેસાડી પ્લાસ્ટીકના દાણા ભરેલી ટ્રકની લુંટ કરી હતી. જયારે ટ્રકના ડ્રાઇવર અને કલીનરને ડાકોર થી કપડવંજ જતા રોડની સાઇડે અવાવરૂ જગ્યાએ બાધેલી હાલતમાં નાખી દીધા હતાં. જેની ફરીયાદ ટ્રકના ડ્રાઇવરે ઠાસરા પોલીસ સ્ટેશને આપી હતી. જોકે બનાવ કોઠંબા પોલીસ સ્ટેશનની હદમાં બનેલ હોવાથી ગુનો ટ્રાન્સફર કર્યો હતો. જે ગુનાનો ભેદ ઉકેલવા માટે મહીસાગર જીલ્લા પોલીસવડા ઉષા રાડાની માર્ગદર્શન અને સુચના હેઠળ મહીસાગર જીલ્લાના નાયબ પોલીસ અધિક્ષક વિનય શુકલ તથા એલસીબી પીઆઇ સી.સી.ખટાણા દ્વારા તપાસ હાથ ધરતાં ગોધરાની તાટપતરી ગેન્ગના માણસોએ આ લુંટ કરેલાનુ જણાઇ આવ્યુ હતુ.
દરમ્યાન એલ.સી.બી. પીઆઇએ બાતમીના આધારે આમલીયાતથી ગોધરા ત્રણ રસ્તા જતા રસ્તે પાંચમુવા ગામ નજીકથી ટ્રકને ગોધરાના તાડપતરી ગેન્ગના ઇસમો પ્લાસ્ટીકના દાણા રાજસ્થાન તરફ વેચવા માટે જનાર હોવાથી વોચમાં હતા. જે દરમ્યાન આ ટ્રક સાથે ટ્રક ડ્રાઇવર કાસીમ ઇસ્માઇલ ચીતામન રહે, ગોધરા જુની મસ્જીદની પાછળ ગોધરા, ખાલીદ યુસુફ બુઠ્ઠા ઉર્ફે અલઇ રહે, મહોમદી મોહલ્લા મલા કંપાઉન્ડ ગોધરા તથા સીદૃીક ઇશાક મીઠા ઉર્ફે લાલો ટીપુ રહે, વેજલપુર રોડ ગેની પ્લોટ ગોધરાનાઓ પકડાઇ ગયા હતા. ટ્રકમાં પ્લાસ્ટીકના દાણા નંગ ભરેલ બેગો નંગ- 150 કિ.રૂ.2,58,667- 50 પૈસા સાથે મળતાં ટ્રકની કિ.રૂ.5,00,000/ તથા અંગ ઝડતી દરમ્યાન મળેલ મોબાઇલ ફોન નંગ -3 કિ.રૂ.1,500/- મળી આવતાં કબજે લીધા હતા.
ત્રણેયને અટક કરી પુછપરછ કરતાં આ ગુનામાં લુટેલી ટ્રક કંતાર ગામે જંગલોમાંથી મુકેલાનુ જણાવતાં કબજે કરવામાં આવી હતી. તેમજ દાણા ભરેલી ટ્રકની લુંટ કર્યા બાદ તેમાંથી અમુક દાણાની બેગો હાલોલ જી.આઇ.ડી.સી.માં સીતારામ ભીમરાજ જૈનના ગોડાઉનમાં આપેલાનુ બહાર આવ્યુ છે. જેથી હાલોલ જી.આઇ.ડી.સી.માંથી પ્લાસ્ટીકના દાના ભરેલી બેગ નંગ -275 કિ.રૂ.4,74,223-75 પૈસા કબજે કરવામાં આવ્યા હતા. તથા આ ગુનાના કામે સંડોવાયેલ સીતારામ ભીમરાજ જૈન (રહે, જવાહર નગર હાલોલ મુળ વતન ડીસા નેમીનાથ નગર જીલ્લો બનાસકાંઠા પાલનપુર) તથા ઇશાક મહમદ દુરવેશ ઉર્ફે ભુચાલ( રહે, અરાદ રોડ જયન્તી પાર્ક સોસાયટી હાલોલ જી. પંચમહાલ)ને અટક કરવામાં આવી હતી. અને તેઓની પાસેથી મોબાઇલ ફોન નંગ -2 કિ.રૂ.1,500/- કબજે લીધેલ છે. આમ પોલીસે પાંચની ‌‌~ 16 લાખના મુદામાલ સાથે ધરપકડ કરી છે.
જપ્ત કરેલો મુદામાલ
ગુનાના કામે લુંટમાં ગયેલ ટ્રકની કિ. 4,00,000, પ્લાસ્ટીકના દાણા ભરેલ બેગો નંગ- 425 કિ. 7,32,667.75 પૈસા તથા લુંટ કરવા માટે વાપરેલ વાહન ટ્રકની કિ. 5,00,000 તથા અંગ ઝડતીના મોબાઇલ નંગ -5 કિ. 3,000 મળી કુલ 16,35,890.75 પૈસા નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
તલસ્પર્શી તપાસ ચાલુ છે
ઝડપાયેલા આરોપીઓ લુંટ કરવાની ટેવવાળા હોઇ મહીસાગર જીલ્લા ઉપરાંત અન્ય જીલ્લાઓમાં તથા બીજા રાજ્યોમાં પણ આવા પ્રકારની લુંટ કરેલ હોવાની શક્યતા નકારી શકાય નહી તે સબંધે તથા આ ગુનામાં સંડોવયેલ સહ આરોપીઓના બાબતે તપાસ ચાલુ છે. - સી.સી.ખટાણા, એલસીબી પીઆઇ