તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોડેલી: બેકાબૂ ડમ્પરે બે બાળકો સહિત ચારને કચડ્યા, ટોળાઅે આગ ચાંપી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોડેલી: બોડેલી નજીક વણિયાદ્રી પાસે માતેલા સાંઢની જેમ દોડી આવેલા ડમ્પરના ચાલકે બાઇક સવાર સહિત અન્ય રાહદારીઓને અડફેટ લેતાં ચારના મોત થયા હતાં. જે પૈકી બે માસુમ ભાઇ બહેનકચડાતા ઉશ્કેરાયેલા ટોળાઅે ડમ્પરને આગ ચાંપી દીધી હતી. અંગે પ્રાપ્ત વિગત અનુસાર, બોડેલીના નસવાડી-રાજપીપળા માર્ગ પર ચારેક કિલોમિટરના અંતરે વણીયાદી ગામે મુખ્ય કેનાલ પાસેથી એક બાઈક તાંદલજા ગામે જઈ રહ્યું હતું. જેમાં બે યુવકો સવાર હતા અને કેટલાંક બાળાઓ ગૌરીવ્રત તહેવાર નિમિત્તે શ્રમજીવી પરિવારના બે માસુમ સગાભાઇ બહેનો રમવા માટે આવ્યા હતા.
બાઇકસવાર સહિત ચારને કચડતા ગ્રામજનો વીફર્યા
દરમિયાન રાજપીપળા તરફથી માંતેલા સાંઢની જેમ બેફામ એક ડમ્પર બોડેલી તરફ રેતી ભરવા આવી રહ્યુ હતું. અને સાંજે ડમ્પરના ચાલકે બેફીકરાઈથી હંકારીને ચાલતી જતી બાળાઓ, બાળકો અને બાઈક સવારને અડફેટે લીધા હતા. જેમાં બે માસુમ બાળકો ઉર્વશી કોળી ઉ.વ.7 અને ધર્મેશ કોળી ઉ.વ.5નું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતું. જ્યારે બાઈક સવાર સંજય રમણ નાયકા ઉ.વ. 32 અને વિશાલ અજય નાયકા ઉ.વ.14નું પણ ઘટના સથળે જ કરૂણ મોત નિપજ્યુ હતું. જ્યારે મહિલા ચંપાબેન દલસુખભાઈ કોળી ઉ.વ.35ને વડોદરા વધુ સારવાર માટે ખસેડાઇ હતી. તાંદલજાના ગ્રામજનોનું ટોળું ઘટના સ્થળે આવીને ડમ્પર પર ગુસ્સો ઠાલવીને સળગાવી દીધુ હતું. અને ઉશ્કેરાયેલા બીજા ત્રણેક ડંપરના કાચ તોડી કાઢ્યા હતા.
ગ્રામજનોનો આક્રોશ જોઇ પોલીસે ટ્રાફિક ડાયવર્ટ કરી દીધો

બોડેલી પાસે મુખ્ય હાઈવે માર્ગ પર અકસ્માત સર્જાતા ગ્રામજનોના આક્રોશથી પોલીસે ટ્રાફીક ડાયવર્ટ કરી દીધો હતો. જિલ્લાભરની પોલીસ ઘટના સ્થળે આવી હતી. એક સમયે ગ્રામજનો પોલીસને મૃતદેહ ઉઠાવવા જ દેતા ન હતાં. અને તેઓની એક જ માગ હતી કે પહેલા ટ્રકના ચાલક અને કંડક્ટરને હાજર કરો અને બીજું દારૂના અડ્ડા બંધ કરો. ગોવિંદપુરા પાસે દારૂ પીને છાકટા થઈને રેતીની ટ્રકવાળા બેફામ ટ્રક હંકારીને અકસ્માત સર્જે છે.
આગળ જુઓ વધુ તસવીર
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો