ગોધરા પાસે ટ્રકની પાછળ ST બસ ઘૂસી જતા 4ના મોત, 20થી વધુ લોકો ઘાયલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા: ટંકારા મજૂરી કામે ગયેલા મજૂરો પરત વતન માટે ટંકારા- ઝાલોદ એસટી બસમાં બેસીને જતાં રસ્તામાં ગોધરા નજીક આવેલા નંદાપુરા રેલવે ઓવર બ્રિજ ઉપર અકસ્માત નડ્યો હતો. એસટી બસ ટ્રક સાથે અથડાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ બાળકો તથા 2 મહિલા સહિત પાંચનાં કમકમાટી ભર્યાં મોત નિપજ્યાં હતાં. જ્યારે નાનાં બાળકો સહિત 20 થી વધુને ઇજા પહોંચતાં સિવિલ હોસ્પિટલ 108 એમ્બ્યુલન્સ દ્વારા ખસેડવામાં આવ્યાં હતાં.
ઇજાગ્રસ્તોને મદદ કરવામાં આવી
આ ગમખ્વાર અકસ્માતને પગલે પંચમહાલ પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરી ઇજાગ્રસ્તોને મદદ કરવામાં આવી હતી. જોકે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ માનવતા ભૂલી ગયો હતો.કમકમાટી ભર્યા બનાવની મળતી માહિતી મુજબ મધ્ય પ્રદેશના અલીરાજપુરના રીંગોલ ગામે રહેતા કાળુભાઇ માનાભાઇ માવી સહિત રાજસ્થાન અને મધ્ય પ્રદેશના અલગ અલગ ગામે રહેતાં લોકો કંટારા ગામે મજૂરી કામે ગયા હતા. તેઓ ત્યાં કડિયા કામ સહિત કામગીરી કરતા હતા.
બસ આગળ ઉભેલા ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઇ
ત્યારબાદ ગત તા. 14 સપ્ટેમ્બરના રોજ મજૂરો વતન જવા માટે ટંકારાથી ઝાલોદ જતી એસટી બસમાં બેઠા હતા. જેમાં મહિલાઓ સહિત નાનાં બાળકો પણ હતાં. આ દરમિયાન ગુરુવારની વહેલી સવારે ગોધરાથી નિકળી દાહોદ તરફ જતાં રસ્તામાં ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. ગોધરા નજીક આવેલા નંદાપુરા (ઓરવાડા) પાસે એસટી બસ આગળ ઉભેલા ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઇ હતી. જેના કારણે બસનો ખુળદો વળી ગયો હતો. જેથી બેઠેલા મુસાફરોએ બૂમા બૂમ કરી હતી.
4 નાં ઘટના સ્થળે જ મોત
બસમાં મુસાફરી કરતાં પૈકી 4 નાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યાં મોત નિપજ્યાં હતાં. જેમાં બે બાળક તથા બે મહિલાનો સમાવેશ થાય છે. બીજી તરફ ઇજાગ્રસ્તોને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જેમાં મોટા ભાગની મહિલાઓ તથા બાળકો જ હતાં. જે પૈકી એક મહિલાનું સારવાર દરમિયાન કરુણ મોત નિપજતાં મૃત્યુ આંક 5 ઉપર પહોંચ્યો હતો. આ સમયે ગોધરા તાલુકા પીઆઇ, પીએસઆઇ સહિત સ્ટાફ દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્તોની જરૂરી મદદ કરી હતી. તેમજ તેઓના પરિવારજનોને ટેલિફોનિક પણ જાણ કરી હતી. જોકે સાંજ સુધી માત્ર બે જ મૃતકોની ઓળખ છતી થઇ હતી. બસનો ચાલક ફરાર થઇ ગયો હતો.
સીટો તૂટી ગઇ, પતરાં પણ વળી ગયા
એસટી બસ તથા ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં આગળનો ભાગ ટ્રકમાં અથડાયો હતો. જેના કારણે બસની કેબિનની આગળનો ભાગ એક્સિડન્ટથી તૂટી ગયો હતો. તદ્ ઉપરાંત સીટો પણ તૂટી અને વળી ગઇ હતી. બસનાં પતરાં પણ વળી ગયાં હતાં.
મૃતકોની યાદી

- મંજુબેન વાલુભાઇ મોહનીયા(ઉવ.52, વાંરીયા, તા.રાવતા, જી.દાહોદ)
- અમીત રાજુભાઇ ગણાવા પ વર્ષ
- બે બાળકો તથા એક મહિલાની ઓળખ છતી થઇ નથી .
આગળ જુઓ વધુ તસવીર
અન્ય સમાચારો પણ છે...