તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલોલ: વિસર્જન દરમિયાન યુવકનું ડુબતા મોત, 5 કલાકની જહેમત બાદ મળ્યો મૃતદેહ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલોલ: હાલોલ તાલુકાના ધનસર ગામના ગણપતિ વિસર્જન દરમ્યાન એક 23 વર્ષિય યુવાન સિંચાઇ તળાવમાં ડુબી જતા તેનું મોત નિપજ્યુ હતું.આજે પાંચ કલાકની જહેમત બાદ એનડીઆરએફની વડોદરાની ટીમએ મૃતદેહ શોંધ્યો હતો. શ્રી ગણપતિજીના વિસર્જન ભક્તો પોત પોતાની માનતા મુજબ અલગ અલગ દિવસે કરે છે. ધનસર ગામના લોકએ ગત તા. 11 સપ્ટેમ્બરના રોજ શ્રી ગણેશજીનું વિસર્જન નજીકના સિંચાઇ તળાવમાં કરવા શોભાયત્રા વાજતે ગાજતે કાઢી હતી. શ્રીજીને પાણીમાં પધારવાની પ્રક્રિયા દરમ્યાન ગામનો રણજીત ઉર્ફે જીગો રામસિંહ પરમાર પાણીમાં ડુબવા લાગ્યો હતો.
લોકોએ તેને પાણીમાં ડુબતા બચાવવાના પ્રયાસો કર્યા હતા. છતા તળાવામાં કાદવ કીચ્ચડ હોવાથી આ યુવાન અંદર ખુપી ગયો હતો. જેથી આનંદ ઉત્સવનું વાતાવરણ કરૂણતામાં ફેરવાઇ ગયુ હતું. લોકોમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી. તેના મૃતદેહને શોંધવા 15 થી 20 સ્થાનિક તરવૈયા તથા નગર પાલિકા ફાયર બ્રિગેડ હાલોલ તથા વડોદરા એનડીઆરએફ નંબર – 6ની ગણતરીમાં એ આજે સવારે 7 વાગે તળાવમાં શોંધખોળ કરી હતી. પાંચ કલાકની ભારે જહેમત બાદ રણજીતનો મૃતદેહ શોંધ્યો હતો. મરનાર રણજીત અપરણીત હતો. તેના પરિવારમાં તેના મોટાભાઇ અને માતાપિતા ભારે આક્રંદ કરતા નજરે પડતા હતા.
આગળ જુઓ વધુ તસવીર
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો