૮૦૦ કર્મીઓ બે માસથી પગારથી વંચિત, ઉછીના લેવાનો વારો આવ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાનમ સિંચાઇ વર્તુળ વિભાગ અંતર્ગત ઇજનેરથી માંડીને સામાન્ય રોજમદાર મળીને અંદાજીત ૮૦૦ ઉપરાંત કર્મચારીઓના લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ગ્રાન્ટ નહી ફળવાતાં ગત માસ એપ્રિલ અને મેનો પગાર વિના તેઓ આર્થિ‌ક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સમય મર્યાદામાં નહી ચુકવાતા ખર્ચાને પહોચી વળવા વ્યાજે નાણાં લેવાની ફરજ પડી હોઇ નારાજગી છવાઇ છે.

પંચમહાલ િજ્લ્લામાં આવેલા ગોધરા,લુણાવાડા,શહેરા,કાલોલ,વડોદરાના સાવલી તાલુકામાં પથરાયેલી પાનમ યોજના અંતર્ગત હજારો ખેડૂતો સિંચાઇનો લાભ મેળીને ખેત ઉત્પાદન કરી રહ્યા છે.અને તેઓને પાણી ુવિધા ઉપલબ્ધ કરાવવા પાનમનો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે.પરંતુ જિલ્લા તથા રાજ્ય કક્ષાએ સંકલનના અભાવે વહીવટી બિનકુશળતા બહાર આવી કર્મીઓને ને હાડમારી પડયાની બૂમ ઉઠી છે. કારણ કે કાર્યપાલક ઇજનેર તેમજ આશરે ૧૦ નાયબ કાર્યપાલક ઇજનેર તેમજ મદદનીશ ઇજનેર અને અધિક મદદનીશ ઇજનેર તેમજ સી.કલાર્ક, હેડકલાર્ક, રોજમદાર, વ.ચા.કારકુન, વર્ક આસીસ્ટન્ટ, ટ્રાઇવરો, પટાવાળા, ચોકીદાર મળીને આશરે ૮૦૦ કર્મી‍ઓનો અનિયમિત પગાર સર્જા‍યો છે. જેમાં એપ્રિલ-મેના પગારનું ચુકવણુ, પ્રવાસ ભથ્થા બીલ, ઘરભાડુ વગેરેનું આજ સુધી ચુકવણુ ન થતા વિરોધ વ્યાપ્યો હોવાનુ જાણવા મળે છે. પગાર ન થવા પાછળનું એક કારણ જવાબદાર અધિકારીની નિમણૂંક સમયસર થતી ન હોવાનું પણ જાણવા મળતાં કર્મીઓમાં નારાજગી વ્યાપી છે.

આર્થિ‌ક તંગી દૂર કરવાની જરૂર છે

જિલ્લા તથા રાજ્ય કક્ષાએ સંકલનના અભાવે વહીવટી નિર્ણયમાં ઢીલાશ આવતાં રાત દિવસ ખેડૂતો માટે ખડેપગે ફરજ બજાવનાર મોટી સંખ્યામાં કર્મચારીઓને બે માસના પગાર વિના મુશ્કેલી ઉભી થઇ છે. ત્યારે પડી રહેલી આર્થિ‌ક તંગી દૂર કરવાની જરુરિ છે.
એન.ડી.ઉપાધ્યાય, સિંચાઇ વ્યવસ્થા પંચ.ના મંડળના આગેવાન

ટૂંક સમયમાં હકારાત્મક નિર્ણય લેવાશે

લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આચારસંહિ‌તા લાગુ પડતાં નાણાંકીય ફાળવણી સંભવિત થઇ શકી નથી. તેમજ હવે નવા નાણાંકીય વર્ષનો પ્રારંભ થતાં નવી ગ્રાન્ટ પણ મળવાપાત્ર હશે. હાલ અધિકારીએ નવો ચાર્જ સંભાળતાં આ દિશામાં ટૂંક સમયમાં હકારાત્મક નિર્ણય લેવાશે. યુ.એલ. બારીઆ, પાનમ યોજના હેડ કલાર્ક