• Gujarati News
  • 7 Months After Meeting With The Family Of The Brain Unstable Youth

અસ્થિર મગજના યુવકનું 7 મહિ‌ના બાદ પરિવાર સાથે થયું મિલન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુવક સાત માસ અગાઉ ઘરેથી નીકળી ગયો હતો : પરિવારજનોનો સંપર્ક કરી યુવકને પરિવાર સાથે મેળાપ કરાવ્યો

ફતેપુરા તાલુકાના સુખસરમાં એક અસ્થિર મગજનો યુવક છેલ્લા અઠવાડીયાથી ફરતો હતો. જેમાં એક ઇસમે તેની પુછપરછ કરી નંબર લઇ તેના પરીવારજનોને જાણ કરતા ગાંધીનગરથી દોડી આવ્યા હતા અને યુવકને ભેટી પડયા હતા. આ યુવક સાત માસ અગાઉ ઘરેથી નિકળી ગયો હોવાનું જણાવ્યું હતું.

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં ચારથી પાંચ જેટલા અસ્થિર મગજના યુવકો આમ તેમ ભટકે છે અને માંગીને તેમજ વીણીને ખાઇ જીવન ગુજારો કરે છે. જેમાં એક હાથે ફ્રેક્ચર થયેલ યુવક છેલ્લા અઠવાડીયાથી સુખસરમાં ફરતો હતો અને સ્ટેશનની અંદર પડી રહેતો હતો. જેમાં નજીકમાં નાસ્તાની હોટલ ચલાવતા જયેશભાઇ કલાલે તેની પુછપરછ કરી હતી અને મોબાઇલ નંબર મેળવ્યો હતો. તેના આધારે તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. જેમાં આ યુવકનું નામ નરેન્દ્રસિંહ નૈનસિંહ રાઠોડ (ઉ.૩પ) રહે. મહુડી તા. માણસા, જી. ગાંધીનગર હોવાનું જાણવા મળ્યુ હતું.