તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બરસો રે મેઘા મેઘા..., ગોધરામાં 12 કલાકમાં 6 ઇંચ વરસાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સાર્વત્રિક વરસાદથી ખેડૂતોના ૬૬ હજાર હેકટરમાં વાવેતરને મળેલું જીવતદાન
- ખેતરમાં વરસાદી પાણીની આવક થતાં વાવેતર કરવા ખેડૂતો વ્યસ્ત બન્યા


હાથતાળી આપ્યા બાદ પંચમહાલ જિલ્લામાં બે દિવસથી સતત સાર્વત્રિક વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડકતા પ્રસરાઇ ગઇ છે. આકાશ તરફ મીટ માંડીને ચિંતાતુર બનેલા ખેડૂતોના ચહેરા ખુશખુશાલ બનીને ૬૬ હજાર હેકટરમાં વાવેતરને જીવતદાન મળવાની સાથે વાવેતર કરવા વ્યસ્ત બન્યા છે. જોકે છેલ્લા ૧૨ કલાકમાં કડાણામાં સૌથી વધુ ૬ ઇંચ વરસાદ ખાબકતા જનજીવનને અસર પડી હતી. જ્યારે કડાણા ડેમમાંથી સતત અંદાજીત પ૧ હજાર ક્યુસેક પાણી છોડાઇ રહ્યુ છે.

ગત બુધવારથી વાતાવરણમાં પલ્ટો સાથે વરસાદનું આગમન થયુ હતુ. જે ગુરુવારની સવાર સુધી ઝરમર ઝરમર વરસવાનું ચાલુ રહ્યુ હતુ. જેમાં અગાઉ કોરાધાકડ રહેલા કડાણા તેમજ મોરવા, સંતરામપુર વિસ્તારમાં મેઘમહેર જારી રહેતા પંથકની પ્રજામાં આનંદ વ્યાપી ગયો હતા. છેલ્લા ૧૨ કલાકમા કડાણામાં ૧૬૮ મીમી સૌથી વધુ નોંધાતા ઠેરઠેર પાણી પાણી થઇને જનજીવનને અસર પહોંચાડી હતી.