પંચમહાલમાં ચાર બનાવમાં એક યુવતી સહિ‌ત ૪નાં મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક


- શહેરાના તલવાડા, દાહોદના પીપલોદ, લુણાવાડાના ચરેલ તેમજ કોઠંબામાં બનેલા બનાવ
- સબંધીત પોલીસે અકસ્માતે મોત અન્વયે નોંધ કરી તપાસ હાથ ધરી


પંચચહાલ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં અલગ અલગ સ્થળ ઉપર બનેલા આકસ્મિક બનેલા બનાવમાં એક યુવતી સહિ‌ત ચાર વ્યકિતના કરૂણ મોત થયા હતા. મોતને પગલે પરિવારમાં ગમગીની પ્રસરી ગઇ હતી. આ અંગે સબંધીત પોલીસે અકસ્માતે મોત અન્વયે નોંધ કરી હતી.

પોલીસ પાસેથી મળતી માહિ‌તી મુજબ શહેરા તાલુકાના તલવાડા ગામે રહેતા દિપીકાબેન કાન્તીભાઇ (ઉવ.૧૯)ને છેલ્લા કેટલાક સમયથી મગજની બીમારીથી પિડાતા હતા. આ દરમિયાન અચાનક ઉલટી થતા તેઓને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું કરૂણ મોત થયુ હતું.

આ ઉપરાંત બીજા બનાવની માહિ‌તી અનુસાર દાહોદ જિલ્લાના પિપલોદના સાલીયા ગામે રહેતા અને રેલવેમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા પ્રતાપભાઇ હીરાભાઇ પટેલ ગત તા. ૬ મે ના રોજ ખાડી ફળીયા વિસ્તારમાં આવેલા તળાવના કિનારે આકસ્મિક મોત થયુ હતું. જે અંગે પોલીસ દ્વારા અકસ્માતે મોત અન્વયે નોંધ કરવામાં આવી હતી.

જ્યારે ત્રીજા બનાવ મુજબ લુણાવાડાના ચરેલ ગામે રહેતા ભીખાભાઇ કાળુભાઇ પગી (ઉવ. ૬૦)એ કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી મોત વ્હાલુ કર્યુ હતું. આ અંગે લુણાવાડા પોલીસે અકસ્માતે મોત અન્વયે નોંધ કરી હતી.

કોઠંબા પોલીસ મથકની હદમાંથી પસાર થતી મહિ‌સાગર નદીમાં ગત તા. પ મે ના રોજ ભોદુ ઉર્ફે રમેશભાઇ ચતુરભાઇ ઠાકોર (રહે.કણપા, બાલાશિનોર, ખેડા) હાથ પગ ધોવા ઉતર્યા હતા. આ દરમિયાન પત્થર ઉપરથી પગ લપસી જતા તેઓ પાણીમાં ડુબી ગયા હતા.

આ અંગેની જાણ થતા મોટી સંખ્યામાં લોકો ટોળે વળ્યા હતા. તેઓની લાશને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ બનાવથી મૃતકના પરિવારજનોમાં ગમગીની પ્રસરી ગઇ હતી. બનાવ સંદર્ભે પોલીસ દ્વારા અકસ્માતે મોત અન્વયે નોંધ કરવામાં આવી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.