શહેરામાં પેટ્રોલપંપ પાસેથી ૩પ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દારૂ તથા ટ્રક મળી રૂા.૪૪ લાખના મુદ્દામાલ સાથે ત્રણ ખેપિયાઓની ધરપકડ

શહેરા નજીક આવેલા રિલાયન્સ પેટ્રોલપંપ પાસેથી પોલીસે ટ્રકમાં ભરાયેલ ૩પ લાખના વિદેશીદારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આ સાથે વિદેશી દારૂ તથા ૧૦ લાખની કિંમતની ટ્રક મળી ૪૪ લાખના મુદ્દામાલ સાથે ત્રણ ખેપિયાઓની ધરપકડ કરી હતી.પ્રાપ્ત માહિ‌તી મુજબ લુણાવાડા તરફથી એક ટ્રકમાં વિદેશી દારૂ ભરીને શહેરા તરફ આવતી હોવાની બાતમી મળી હતી.

જેના આધારે રિલાયન્સ પેટ્રોલપંપ સામે પોલીસની ટીમ દ્વારા તપાસ આરંભાઇ હતી.તેમજ આવતા જતા વાહનોનું ચેકિંગ કરતાં એક શંકાસ્પદ જઇ રહેલી ટ્રકને રોકી લેવાઇ હતી. અને તેમાં તપાસ કરતાં જુદાજુદા માર્કાની વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેની અંદર તપાસ કરતાં વિદેશી દારૂના ક્વાર્ટરિયાની પેટી નંગ- ૧૪૭૦ કિંમત ૩પ લાખનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે ટ્રક સવાર અરબનસિંહ મોહનસિંહ સરદાર (રહે. જમ્મુ કાશ્મીર), દિલરાજસિંહ બલદેવસિંહ મહેરા (રહે. પટ્ટી) તથા રોડસિંહ ઉર્ફે ગૌતમ સર્જનસિંહ રાજપુત (રહે. બરચી)ની ધરપકડ કરી હતી. બીજી તરફ ધરપકડ કરાયેલ ઇસમની પ્રાથમિક પૂછતાછમાં દારૂનો જથ્થો ગોધરા ખાલી કરવાનો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી આરંભી છે.