ફતેપુરા તાલુકા પંચાયતમાં પંદર વર્ષમાં ૩૪ ટીડીઓ બદલાઇ ચૂક્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ફતેપુરા તાલુકા પંચાયતમાં પંદર વર્ષમાં ૩૪ ટીડીઓ બદલાઇ ચૂક્યા
-
વ્યવસ્થા;તાલુકા પંચાયત અધિકારી ૧૧ દિવસની રજા પર જતાં હાલાકી
-
નાયબ ટીડીઓને ચાર્જ સોંપાયો : છ મહિ‌નાથી કામકાજ બંધ હતા


ફતેપુરા તાલુકા પંચાયતમાં ટીડીઓ દ્વારા છ મહિ‌નાથી વિકાસના કામો બંધ હોવાથી તાલુકા ભાજપા પાર્ટી દ્વારા પંચાયત કચેરીને તાળા મારવાની ચીમકી ઉચ્ચારી હતી. જેમાં ટીડીઓ ૧૧ દિવસની રજા પર ઉતરી જતાં ચાર્જ નાયબ ટીડીઓને સોંપવામાં આવતા લાભાર્થીઓમાં આનંદ છવાયો હતો. ફતેપુરા તાલુકા પંચાયત કચેરી પહેલેથી જ વિવિધ કૌભાંડોમાં ફસાયેલી હોવાથી કોઇ કર્મચારી આ તાલુકા પંચાયતમાં ફરજ બજાવવા તૈયાર ન હોવાનું જાણવા મળી રહ્યુ છે. ૧પ વર્ષમાં ૩૪ જેટલા ટીડીઓ બદલાઇ ચુકયા છે.
હાલમાં એસ.એ.ડોડીયા છેલ્લા છ માસથી કાર્યરત છે. પરંતુ તેઓ દ્વારા કોઇ વિકાસના કામોની શરૂઆત કરવામાં ન આવતા લાભાર્થીઓમાં રોષ ફેલાયો હતો અને ભાજપા પાર્ટી દ્વારા ટીડીઓની વિરૂદ્ધમાં રશજુઆત કરાઇ હતી. જેમાં તાલુકા પંચાયતને તાળા બંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જેથી ટીડીઓ એસ.એ.ડોડીયા ૧૧ દિવસની રજા પર ઉતરી ગયા હતા અને ડીડીઓએ ૧૧ દિવસ માટે નાયબ ટીડીઓ એ.બી.ચરપોટને ચાર્જ સોંપ્યો હતો.

ફેક્સથી જાણ કરવામાં આવી
ડોડીયા સાહેબ રજા પર ગયા છે. જેથી તાલુકા વિકાસ અધિકારી તરીકેનો ચાર્જ મને સોંપાયો હોવાની જાણ અમોને ગુરૂવારે સાંજે ફેક્સથી કરવામાં આવી છે. જેથી અમોએ નિયમ મુજબ કામગીરી ચાલુ કરી દીધી છે.
એ.બી.ચરપોટ, ઇ.તાલુકા વિકાસ અધિકારી ફતેપુરા