ગોધરામાં રાજયકક્ષાની ૩૨મી ફૂટબોલ સ્પર્ધાનો પ્રારંભ થયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પર્ધામાં વિવિધ જિલ્લાઓમાંથી ૧૯ જેટલી ટીમો ઉત્સાહભેર ભાગ લઇ રહી છે

સ્પોટર્સ કોમ્પ્લેકસ ગોધરામાં ૩૨મી રાજયકક્ષાની ફૂટબોલ સ્પર્ધાનો પ્રારંભ થયો છે. વિવિધ જિલ્લાઓમાંથી ૧૯ જેટલી ટીમો ઉત્સાહભેર ભાગ લઇ રહી છે.પંચમહાલ જિલ્લા ફૂટબોલ એસોસીએશન દ્વારા આંતર જિલ્લા ૩૨મી ઉમેશ અમીન રાજયકક્ષાની ફૂટબોલ સ્પર્ધાનું સ્પોટર્સ કોમ્પ્લેકસ ગોધરામાં તા.૮ થી ૧૪ નવેમ્બર દરમિયાન કરવામાં આવ્યુ છે. જેમાં રાજ્યની કુલ ૧૯ જિલ્લાઓ ભાગ લઇ રહી છે.

રાજયકક્ષાની ફૂટબોલ સ્પર્ધાના ઉદ્દઘાટક સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે દીપ પ્રગટાવી સ્પર્ધા ખુલ્લી મુકી હતી. કમલેશભાઇ શાહ, ગોધરાના દીપકભાઇ ખીમાણી જિલ્લા કન્વીનર ચૂંટણી સેલ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાના અધ્યક્ષ ચેતનભાઇ શામનાનીએ જુદાજુદા જિલ્લામાંથી આવેલા ખેલાડી, કોચ,ટીમ મેનેજરોનો ધન્યવાદ પાઠવ્યો હતો. તેમજ ફૂટબોલ કોચ ગોપાલ કાગને બધાઇ પાઠવી હતી. પ્રથમ મેચ અમદાવાદ અને ખેડા જિલ્લા વચ્ચે રમાઇ જેમાં અમદાવાદ જિલ્લાની ટીમે ખેડા જિલ્લા ટીમને ૭-૦ ગોલથી પરાજય કર્યો હતો. જયારે બીજી મેચમાં દાહોદ નવસારી વચ્ચે રમાઇ હતી જેમાં દાહોદની જીત થઇ હતી. તેમજ ત્રીજી મેચમાં ભાવનગર મહેસાણા વચ્ચે યોજાઇ હતી. જેમાં ભાવનગરની જીત થઇ હતી. સ્પર્ધા દરમિયાન રાજ્યની ટીમના ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે જે ગોવા રમવા જશે.