તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંબલી-ખજુરીયામાં ધિંગાણું: ત્રણની હત્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આંબલી-ખજુરીયામાં ધિંગાણું: ત્રણની હત્યા
- દિવાળીએ જ બે પક્ષો મારક હથિયારો સાથે સામસામે આવી જતાં તીરામારા અને ગોળીબારથી ચકચાર

- લોકો વધુ ઉશ્કેરાયા અને ફળીયાના ૨૨ જેટલા મકાનો સળગાવી દીધા
- બન્ને પક્ષના ૬૦ જેટલા શખ્શો સામે કાર્યવાહી સાત ઇસમોની ધરપકડ

ગરબાડા તાલુકાના આમલી ખજુરીયા ગામે દાવાના રૂપિયાના મામલે દિવાળીના દિવસે બે પક્ષો મારક હથિયારો સાથે સામસામે આવી જતાં તીરામારા અને ગોળીબારમાં ત્રણ લોકોનું ઘટના સ્થળે મોત થયું હતું. ઉપરાંત તીર વાગતાં સાતેક લોકો ગંભીર રૂપે ઘવાયા હતાં.આ હિંસક ધિંગાણાં ૨૨ મકાનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.
આમલી ખજુરીયા ગામના પટેલ ફળીયામાં રહેતા દિનેશભાઇ ધીરીયાભાઇ પલાસ (ઉ.વ.૩૦) ખેતીકામ અને ડ્રાઇવીંગ કામ કરે છે.

ત્રણેક માસ અગાઉ દિનેશભાઇ પલાસના કાકાનો છોકરો બલ્લુ ચંદવા પલાસ અને દિનેશની પત્ની મંગીને તેના પતિએ રંગે હાથે ફોન પર વાત કરતાં ઝડપી લીધા હતા. જે બાબતે પંચભેગુ કરી સમાધાન કરી નિકાલ કરવામાં આવ્યો હતો.જેમાં દિનેશે સીકીયા પલાસ પાસેથી ૮૦,૦૦૦ હજાર લીધા હતા અને તેની પત્ની મંગીને પંચરાહે છુટા છેડા આપ્યા હતા. ત્યાર બાદ તા.૩ના દિવાળીના દિવસે દિનેશ પલાસ તથા મહેન્દ્ર પલાસ પાસે સીકીયા પલાસ સહિ‌ત અન્ય સાત જેટલા શખ્શો આવ્યા અને સીકીયા પલાસ કહેવા લાગ્યો કે તારી બૈરી મારા માથે પડી અને તે મારી પાસેથી રૂા.૮૦,૦૦૦ હજાર લીધા તેમ કહી ધાક ધમકીઓ આપી, માર માર્યો હતો.

ત્યારબાદ ખાડા ફળીયાના પચાસેક માણસોનું ટોળુ તેમના હાથમાં તમંચા-માઉઝર તીરકામઠા તેમજ લાકડીઓ લઇ ધસી આવતાં બન્ને પક્ષો વચ્ચે સામસામે તીર મારો અને ફાયરીંગ થતા મુકેશ ધીરીયાની બંદુકના ફાયરીંગથી વિનુ મથુર પલાસનું મોત નિપજ્યું હતું. જેથી ખડા ફળીયાના લોકો વધુ ઉશ્કેરાયા અને ફળીયાના ૨૨ જેટલા મકાનો સળગાવી દીધા હતા. તેમજ મહેન્દ્ર દોરસીંગ પલાસ અને ચંદવા દોરસીંગ પલાસની તીર અને બંદુક વડે હત્યા કરી હતી. ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે બન્ને પક્ષના કુલ ૬૦ જેટલા શખ્શો સામે કાર્યવાહી કરી તે પૈકી કુલ સાતની ધરપકડ પણ કરી છે.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...