પંચમહાલ જિલ્લા પંચાયતનું રૂ. ૨૧૦ લાખની પુરાંતનું બજેટ મંજૂર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પંચમહાલ જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં
- પ૦ લાખના ચેકવોલ અને ૩૧ શિક્ષકોની શિક્ષાત્મક બદલીને મુદ્દે હોબાળો


પંચમહાલ જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં ચર્ચા વિના સ્વભંડોળ બજેટ ૨૧૦.૦પ લાખ પુરાંતવાળુ મંજૂર કરવામાં આવ્યુ હતુ.વર્ષ ૧૩-૧૪માં સરકારી પ્રવૃત્તિઓના ખર્ચ માટે ૧૧પ૮પ૩ લાખની જોગવાઇ કરાઇ છે. પરંતુ બજેટ નિરસ હોવાની નારાજગી વિપક્ષ વ્યક્ત કરી હતી. જોકે તૈયાર ચેકવોલ હોવા છતાં પ૦ લાખનુ ટેન્ડર પ્રસિ‌ધ્ધ કરવાનો મુદ્દો ગાજ્યો હતો. તેમજ બે વર્ષમાં ૩૧ પ્રાથમિક શિક્ષકોને સજા બદલ દૂર શિક્ષાત્મક કરતાં ભાવાત્મક બદલી કરી વતનનો લાભ આપવાને મુદ્દે સભ્યોએ હોબાળો મચાવ્યો હતો.

પંચમહાલ જિલ્લા પંચાયતનુ વર્ષ ૧૨-૧૩નુ સુધારેલ તથા વર્ષ૧૩-૧૪નુ અંદાજપત્ર મળેલી સભામાં રજૂ કરવામાં આવ્યુ હતુ. જેમાં સ્વભંડોળ આવક વિભાગમાં અંદાજ ૨૨૩.૧૬ લાખ છે. જેમાં મુખ્યત્વે સ્ટેમ્પ ડયુટી ૪.૮૧ લાખ, રેતી કંકર વિ.ગ્રાન્ટ ૧પ૦ લાખ, વૈધાનિક અનુદાનો ૨૪.૯૦, સીડ ફાર્મ ઉપજની રૂ.૧૬ લાખ તથા બાંધકામ પંચાયતની આવક ૧૯.૨૦ લાખ છે. જ્યારે ખર્ચમાં પ્રમુખનું માનદ વેતન, વિવિધ સમિતિઓના ચેરમેનોના તેમજ સદસ્યોના ભથ્થા તેમજ પ્રવાસ ભથ્થા માટે ૭.૯૬ લાખ યથાવત છે.

મહત્વની જોગવાઇઓમાં વિકાસ અને પંચાયત ક્ષેત્રે ૬૩.પ૦ લાખ, શિક્ષણક્ષેત્રે ૧૪ લાખ, ખેતીવાડી ક્ષેત્રે ૧૬.૯૭ લાખ, પશુપાલન ક્ષેત્રે ૧ લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે ૧૬.૯પ લાખ, બાંધકામ ક્ષેત્રે ૯૬ લાખની જોગવાઇ છે. સરકારી પ્રવૃત્તિઓ આવક વિભાગમાં ૧,૧૯,૨પપ.૭૧ લાખની આવકના અંદાજ સામે ખર્ચમાં ૧,૧પ,૮પ૩ લાખનો ખર્ચ દર્શાવાયો છે. દેવા વિભાગ આવકમાં ૯૪૩ લાખની આવક અંદાજી છે. ખર્ચમાં ૭૩૬ લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આમ એકંદરે સ્વભંડોળની તા.૩૧ માર્ચ ૨૦૧૪ની બંધ સિલક ૨૧૦.૦પ લાખ તથા કુલ સિલક ૨૮,૨૪૧.૨૪ લાખ અંદાજવામાં આવેલ હોઇ બજેટ પુરાંતવાળુ છે.

જોકે કોઇ પણ ચર્ચા વિના મંજૂર કરવામાં આવ્યુ હતુ દરમ્યાન વિપક્ષે ખાસ કોઇ વિકાસ માટે જોગવાઇ નહી કર્યાની નારાજગી વ્યક્ત કરી હતી. બાદમાં ભાજપના જ સભ્ય ગુલાબસિંહ ચૌહાણ અને મણિલાલ વણકરે શિક્ષણ સમિતિના ચેરમેનના ઇશારાથી કૈાચિયાની શિક્ષકની કરાયેલી બદલી સંદર્ભે બે વર્ષમાં કેટલાને સજાના ભાગરુપ બદલી કરાયાનો પ્રશ્ન પૂછ્યો હતો.જેના જવાબમાં ૩૧ શિક્ષકોને જો સજા હોય તો દૂર સ્થળે બદલી કરવાના બદલે ભાવનાત્મક બદલી કરીને ગેરકાયદે વતનની શાળાનો લાભ અપાયાના આક્ષેપ મુદ્ે ભારે ઉહાપોહ કર્યો હતો.

દરમ્યાન પ્રમુખે પણ શિક્ષણ સમિતીના વલણ સામે શંકા વ્યકત કરતાં આખરે ફરીથી સમીક્ષા કરીને તમામને પુ:ન બદલી કરવાની ખાત્રી અપાઇ હતી.સાથે સાથે સિંચાઇ તંત્રના અંધેર વહિ‌વટ ઉપર વિપક્ષે પસ્તાળ પાળી હતી.પ૦ લાખના ખર્ચ ચૈકવોલ નિર્માણ હોવા છતાં ટેન્ડર બહાર પાડયાની બાબતે કાંઇક રંધાયુ હોવાનો આક્ષેપ કર્યો હતી.જેની સામે સર્વેમાં કરવાપાત્ર જણાયુ હતુ.બાદમાં વિવાદ અંગે તપાસમાં બાંધકામ જણાતા કામ રદ કરાયુ હોવાનુ કહીને તંત્રે બચાવની મુદ્વામાં આવીને મામલો થાળે પાડયો હતો.

બજેટ નિરસ અને સામાન્ય હોવાનું જણાવતો વિપક્ષ

બજેટ નિરસ અને સામાન્ય હોવાની નારાજગી વ્યક્ત કરતાં વિપક્ષના નેતા ભાસ્કરભાઇ જયસ્વાલ,રતનસિંહ રાઠોડ, ભરતભાઇ પટેલે ઉર્મેયુ હતુ કે, સર્પદંશ અને હડકવાની રસીની, આયુૂર્વેદની સારવાર, પશુઓને ચોમાસામાં ગઢસૂંડાની રસી, સમાજઘર, નિર્ધમચૂલા, વિજળીશક્તિ, ગ્રામ્ય વિકાસ આધિન,શિક્ષણ ખેલકૂદ, પછાતવર્ગ, પૂરનિયંત્રણ જેવી પાછલા વર્ષોમાં કરાયેલી નાણાંકીય મુજબ લાભ નહી ફાળવીને પ્રજાને અન્યાય કરાયો છે.

૮૦૦ પૈકી પ૦૦ કરોડ માનવ વિકાસ પાછળ ખર્ચાશે

વિપક્ષના આક્ષેપને નકારતાં હિ‌સાબી અધિકારી કે.એચ.ગામિતે કહ્યુ હતુ કે,શિક્ષણ,આરોગ્ય સહિ‌તના ક્ષેત્રે નાણાકિય સમતુલિત જોગવાઇ કરાઇ છે.ચાલુ વર્ષે ૮૦૦ કરોડ સરકારની ગ્રાન્ટનો અંદાજ છે.જેની સામે ૩૦૦ કરોડ કર્મચારીઓના પગાર ખર્ચને બાદ કરતાં પ૦૦ કરોડ વિવિધ ક્ષેત્રોમાં વિકાસ પાછળ ખર્ચવામાં આવનાર હોઇ સંપૂર્ણ વિકાસલક્ષી બજેટ છે. - કે.એચ.ગામિત, હિ‌સાબી અધિકારી