કાલોલ પાલિકાની 21 બેઠકો માટે જંગ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

૧૮૬૩૬ મતદારો દ્વારા ૧૦૩ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવામાં આવશે
દાવેદારી સિદ્ધ કરવા માટે હવે ઉમેદવારો પ્રચાર પ્રક્રિયાનો આરંભ કરશે

કાલોલ નગર પાલિકાની ચૂંટણીમાં ચિત્ર સ્પષ્ટ થતા ૨૧ બેઠકો માટે અંતિમ ૧૦૩ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ થવાના ચક્રો ગતિમાન થયા હતા. આ સાથે ચૂંટણી પ્રતિક ફાળવવામાં આવતા પ્રિન્ટિંગ કામગીરી ધમધમી ઉઠી છે. જોકે ૧૮૬૩૬ મતદારો તેઓનું ભાવિ નક્કી કરશે.

કાલોલ નગર પાલિકાની તા.૧૦મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણી માટે શહેરના સાત ર્વોડ મધ્યે ૨૧ બેઠકો પર ચૂટાવવા માટે અધધ ગણી શકાય તેટલા ૧પપ ફોર્મ ભરાયા બાદ ફોર્મ ચકાસણી પ્રક્રિયામાં ૩૮ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ સુધી ૧૪ ફોર્મ પાછા ખેંચાયા હતા. અંતે તમામ ચિત્ર સ્પષ્ટ થતા ૨૧ બેઠકો માટે અંતિમ ૧૦૩ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ થવાના ચક્રો ગતિમાન થયા હતા.

૩૦ જાન્યુઆરીના રોજ અંતિમ ૧૦૩ ઉમેદવારોને તેમના નિશાન ફાળવી દેવામાં આવ્યા હતા. આ સાથે ઉમેદવારો તેમની દાવેદારી સિદ્ધ કરવા માટે પ્રચાર પ્રક્રિયાનો પ્રારંભ કરી દેશે એ સ્પષ્ટ છે.કાલોલના ૧૮૬૩૬ મતદારો ૧૦૩ ઉમેદવારોમાંથી તેમના ર્વોડ અનુસાર ૧૦ ફેબ્રુઆરીના રોજ ચૂંટી કાઢશે. પરંતુ ત્યાં સુધી તમામ ઉમેદવારો તેમની દાવેદારી સિદ્ધ કરવા માટે સામ દામ અને ભેદની નીતિથી મતદારોને રિઝવવા પ્રયાસ કરશે. કાલોલના અંતિમ ચિત્ર મુજબ ર્વોડ નં.૧ માં ૨૦, ર્વોડ નં.૨ માં ૧૨,ર્વોડ નં.૩ માં ૧૪, ર્વોડ નં.૪ માં ૧૨, ર્વોડ નં.પ માં ૧પ, ર્વોડ નં.૬ માં ૬, ર્વોડ નં.૭ માં ૧૮ ઉમેદવારો તેમનો મરણિયો દાવ અજમાવશે.જેમાં ભાજપના ૧૭ ઉમેદવારો અને કોંગ્રેસના ૧પ ઉમેદવારો તેમનું ભવિષ્ય અજમાવશે.

અત્રે ઉલ્લેખનિય છેકે, કાલોલ પાલિકાના ર્વોડ નં.૪ના ભાજપાના ઉમેદવાર ગુલાબસિંહ સોલંકીનું દરખાસ્તદાર અને ટેકેદારો આ બંને નામો સામે ફોર્મમાં એક જ વ્યકિતની સહિ‌ હોવાને કારણે ફોર્મ રદ કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત ર્વોડ નં.૬ સંપૂર્ણ મુસ્લિમ વિસ્તાર હોય ત્યાં અપક્ષ ઉમેદવારોનું વર્ચસ્વ હોવાને કારણે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના એકપણ ઉમેદવારને મેન્ડેટ આપવાનું મુનાસિફ રાખવામાંં આવ્યું હતુ. પરિણામે પાલિકાના ર્વોડ નં. ૬ માં ૬ અપક્ષ ઉમેદવારો વચ્ચે ચૂંટણીમાં હવે સીધો જંગ ખેલાશે. આમ આગામી સાત દિવસ સુધી ૧૦૩ ઉમેદવારો દ્વારા પ્રચારના ધમધમાટ સાથે એસિડ ટેસ્ટ આપવામાં આવશે.