આનંદપુરી જતી ફિલ્ટર લાઈનમાં લીકેજથી પાણીનો વેડફાટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નસવાડી તાલુકામાં ભર ઉનાળે ગામડામાં પીવાના પાણીની સમસ્યા ઓ છે. છતાંય નસવાડી તાલુકામાં ચાલતી કરોડો રૂપીયા ની 125 ગામ જૂથ પાણી પુરવઠા યોજનાના ફિલ્ટર પાણી નો વેડફાટ થાય છે. છેલ્લા ત્રણ માસથી નસવાડીના આનંદપુરી ગામમાં સંપ મા પાણી નથી પોહચ્યું બીજી બાજુ અશ્વિન નદીમાં ખુલ્લી પી વી સી ની લાઈન અવાર નવાર તૂટે છે લિકેઝ થાય છે લાઈન પર પ્લાસ્ટીક બાંધી રિપેરિંગ કરાતું હોય હાલ ભર ઉનાળે ફિલ્ટર પાણી ની લિકેઝ લાઈન માંથી પાણી વેડફાટ થઈ અશ્વિન નદી મા વહી રહ્યું છે કોન્ટ્રાકટર અને અધિકારી નસવાડી ની ફિલ્ટર યોજના પર ધ્યાન આપતા નથી રોજમદારો પાસે બધી મોબાઈલ થી માહીતી લઈ યોજના ચલાવાઇ રહી છે ફિલ્ટર પાણી નો ભર ઉનાળે વેડફાટ કેટલો યોગ્ય ?

આનંદપુરી ગામ તરફ અશ્વિન નદી મા લિકેઝ લાઈન માંથી પાણી વેડફાય છે.ઈરફાન લકીવાલા

અન્ય સમાચારો પણ છે...