તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીવાયએસપીએ નસવાડી હાઇવેથી ઓવરલોડ રેતી ભરેલી બે ટ્રક ઝડપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુરના નસવાડીથી ડીવાયએસપીએ બે ઓવરલોડ રેતી ભરેલી ટ્રકો ઝડપી પાડી હતી. ટ્રકોને ઝડપી ખાણ ખનીજનો સોંપી હતી.

છોટાઉદપુર જિલ્લામાં ઓવરલોડ રેતીની ટ્રક દોડે છે. જ્યારે ખાણ ખનીજ વિભાગ એટલું સ્ક્રીય છે તો રેતી ભરવા ગયેલ ટ્રકોમાં વધુ રેતીનો જથ્થો ભરાય કઈ રીતે અને જ્યારે રોડ પર આરટીઓ નિયમ મુજબ વાહન ચેકિંગ કરતા હોય તો ઓવરલોડ રેતી ભરેલ ટ્રકો દોડે કઈ રીતે આ બાબત હવે ગંભીર બની ગઈ છે. નસવાડી મામલતદાર સેવા સદનમાં ફરજ બજાવવાની સાથે મોડી રાત સુધી લોક પ્રશ્નોને લઈ ઓવરલોડ રેતી ભરેલ વાહનો ચેક કરે બીજી બાજુ ઓવરલોડ રેતી ભરેલ ટ્રકોની ફરિયાદો હોઇ નસવાડી પોલીસ પણ રાત્રે દોડે ત્યારે ખાણ ખનીજ વિભાગ અને આરટીઓની જવાબદારીનું કામ નસવાડી મામલતદાર અને પોલીસ કરવા લાગી છે. નસવાડી મુકાયેલ નવા ડીવાયએસપીએ રાત્રે બે ઓવરલોડ રેતી ભરેલ ટ્રકો ઝડપી હતી. નસવાડીમાં હાઇવે પરથી બે ટ્રકો પકડીને ખાણ ખનીજ વિભાગને સોંપી હતી. કેટલાય માલિકો તેમની ટ્રકો રોયલટી અને અન્ડર લોડથી ચાલતી હોય કલાકો સુધી હેરાન થતા હોય છે. તંત્ર કામગીરી કરે પરંતુ નિયમ મુજબ ચાલતા વાહનો અટવાઈ જાય છે. જે બાબતે તંત્ર ઘટતી કામગીરી કરે તેવી નિયમ મુજબ રેતી વહન કરતા ટ્રક માલિકોની માંગ છે .

અન્ય સમાચારો પણ છે...