પાણી સંગ્રહ થાય માટે નસવાડીની મેણ નદી પરના ચેકડેમો ઊંડા કરવા માંગણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકામાં અશ્વિન અને મેણ નદી પસાર થાય છે. જે નદીમાં ચોમાસા દરમ્યાન પાણી રહેતું હોય છે અને ચોમાસાની શરૂઆતથી લઈ ચોમાસું પૂર્ણ થાય તે સમયમાં મેણ નદી પર મોટા ચેકડેમો બનાવમાં આવ્યા છે. જે ચેકડેમો સિંચાઈ વિભાગ દ્વારા બનાવામાં આવ્યા હોઇ જેની બોડી વોલની લંબાઇ 100 મીટરથી વધુની હોય ચોમાસામાં આ ચેકડેમો પાણીથી ઉભરાય છે. ચેકડેમોના પાછળના ભાગે માટી ગ્રેવલનું મોટી માત્રમાં પુરાણ થયું હોઇ બોડીવોલથી પાછળના ભાગે 100 મીટરમાં પુરાણ થયું છે. અને જે પુરાણ બોડી વોલની લગોલગ આવ્યું છે. જેથી દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ચેકડેમોમાં આવતા તેનો સંગ્રહ થતો નથી અને પાણી તરત જ ઓરલફ્લો થઈ નદીમાં વહી જાય છે.

નસવાડી તાલુકામાં મેણ નદી પર મોટા ચેકડેમો બનાવામાં આવ્યા બાદ 15 વર્ષથી વધુનો સમય વીતી ગયો છતાંય ચરકડેમો ઊંડા કરવામાં આવ્યા નથી. હાલ મેણ નદીમાં બનેલ ચેકડેમોના ટિપૂય પાણી નથી. ત્યારે છોટાઉદેપુર જિલ્લાનું વહીવટી તંત્ર આ બાબતે ધ્યાન આપે તો આ ચેકડેમો ઊંડા થઈ જાય તો નજીકના ગામડામાં પીવાના પાણીની સમસ્યાનો અંત આવી શકે તેમ છે.

બિલગામ, સિમેલ, ગઠ, ઘોડા, ખભાયતા જેવા ગામ નજીકથી પસાર થતી મેણ નદીમાં મોટા બનેલ ચેકડેમો ઊંડા કરવા લોક માંગ છે.

મેઈલ ફોટો લાઈન. નસવાડીની મેણ નદી પર બનાવેલ ચેકડેમમાં બોડીવોલ સુધી પુરાણ થયું છે. તસવીર ઈરફાન લકીવાલા

ચેકડેમો ઊંડા કરવામાં આવે તો પાણીના સ્તર ઊંચા આવે
મોટા ચેકડેમો હોઇ પાણી રોકાય તો જળ સ્તર ઊંચા આવે. ચેકડેમો ઊંડા કરાય તે બાબતે જિલ્લાના વહીવટી તંત્રએ ધ્યાન આપવું જોઈએ. મોટા ચેકડેમોનો ખર્ચ પણ વધુ થાય તેમ છે. ચેકડેમ ઊંડા થાય તો ગામડામાં પીવાનું અને ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તેમ છે.રણછોડભાઈ ભીલ, જિલ્લા સદસ્ય બેઠક વઘાચ

અન્ય સમાચારો પણ છે...