નસવાડી સ્ટેશન વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્રમાં આગ લાગી
નસવાડી ના સ્ટેશન રોડ ની વિજ ટ્રાન્સફરમર મા આગ લાગી. ઈરફાન લકીવાલા
ભાસ્કર ન્યુઝ નસવાડી
નસવાડીના ભરચક વિસ્તારમાં બપોરના સમયે અચાનક વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી. આગની શરૂઆતના અવાજથી જ નજીકમાં છૂટક વેપાર કરતા લોકો ભાગદોડ મચાવી હતી. અમે તત્કાલ નસવાડી એમજીવીસીએલને જાણ કરતા વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. જેને લઈ વીજ ટ્રાન્સફોર્મરમાં ઉપર આગ લાગી હતી. તે તરત જ બંધ થઈ હતી નસવાડીમાં હાલ ઉનાળાની ગરમીની શરૂઆત થતાં જ વીજ ઉપકરણોના લોડને લઈ વીજ ટ્રાન્સફોર્મર પર લોડ આવતા આ ઘટના બની છે. વીજ ટ્રાન્સફોર્મર બળી જતાં નસવાડીનો વીજ પુરવઠો બંધ રહ્યો હતો. નસવાડીના મુખ્ય ભરચક વિસ્તારમાં અચાનક વીજ ટ્રાન્સફોર્મર સળગતા જ લોકોની ભાગદોડ મચી હતી. સદ નસીબે મોટી ઘટના બનતા રહી ગઇ હતી. જેને લઈ નસવાડી એમજીવીસીએલ રાહતનો શ્વાસ લીધો છે.