તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તેજગઢ તાડ ફળીયામાં ઓરસંગ કાંઠે ધગધગતા અંગારા પર ચાલ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

} કવાંટમાં ભરાતા રૂમડિયાના ગોળફેરિયા મેળાનું આગવું સ્થાન

} નસવાડી ટાઉનમાં ઘેરૈયાઓ નાચ કરી આકર્ષણનું કેન્દ્ર બન્યા

તેજગઢ | તેજગઢ વિસ્તારમાં આવેલ તાડ ફળીયા ઓરસંગ નદીના કાંઠેમાં ચુલમાં બાધા રાખનાર આદિવાસીઓ ધગધગતા અંગારા ઉપર ચાલ્યા સાંજના સમયે ચુલના કાર્યક્રમ આદિવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહે છે. ગામનો પુજારો સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી ચુલમાં ચાલવા માટેનું આયોજન કરે છે. દર વર્ષે હોળીના તહેવાર બાદ ધગધગતા અંગારા પર ચાલવાનો અનોખો કાર્યક્રમ જોવા મળે છે. સાંજના સમયે ઢોલ નગારા અને બાધા રાખનાર શરીર પર પીઠી લગાવી નૃત્ય કરતા ચુલ ચાલનારા લોકોનું અભિવાદન કરવામાં આવે છે. તેજગઢ તાડ ફળિયામાં ધગધગતા અંગારા પર બાધા અને માનતા રાખનારા આદિવાસીઓ મોટો ખાડો ખોદી ખાડામાં અંગાર નાખી ધગધગતા અંગારા પર ચાલે છે. જે આજુબાજુના લોકો આનંદ અને ઉલ્લાસથી ચૂલમાં ચાલનારા લોકોને ઉત્સાહમાં વધારો કરે છે ચૂલમાં ધગધગતા અંગારા પર ચાલતા લોકો પોતાના વંશ પરંપરાગત સંસ્કૃતિને ઉજાગર કરતા જોવા મળ્યા હતા.}મજીદ ખત્રી

કવાંટ | કવાંટ તાલુકામાં હોળી બાદ ભરાતા મેળાઓમાં તાલુકાના ચીલીયાવાંટ, નવાલજા, રૂમડિયા ખાતે આદિવાસીની સંસ્કૃતિની ઝાખી કરાવતા મેળાઓ ભરાયા. જેમાં હોળી પ્રગટ્યા બાદ વિવિધ રીતે રાખેલ બાધાઓને લઈ ને પાંચમ સુધી બુદ્ધિયા બનતા રહ્યા છે. જ્યારે રૂમડિયા ખાતે ભરાતો ગોળફેરિયાનો મેળાનું મહત્વ અનેરું છે. આદિવાસી સમાજમાં ભંડોરિયા, ડામરીયા, પટેલિયા જ્ઞાતિ દ્વારા આ મેળામાં દોરડું (નાળી) ઉપર ઉભા રાખીને ગોળ ફેરવવામાં આવે છે. રૂમડિયાના આદિવાસી સમાજ દ્વારા યુનિટીની સાથે સાથે આદિવાસી સંસ્કૃતિની ઝાખી કરાવે છે. મેળાને માણવા જિલ્લાના મોટા ભાગના આદિવાસી સમાજની સાથે સાથે તેઓની સંસ્કૃતિની ઓળખ જોવા શહેરીજનો ઉમટી પડે છે.} યશવંત ચૌહાણ

નસવાડી | હોળી ધુળેટી સાથે જ આદિવાસી લોકો પરંપરા મુજબ ઘેરીયા બને છે અને પાંચ દિવસ સુધી તેઓ ગામે ગામ ફરી તેમને વેશ ધારણ કરેલ મુજબ તેઓ નાચ કરતા હોય છે. જેમાં એક સરખા ડ્રેસ માથે મોર પીંછની મોટી ટોપી સાથે કેડ પર પિતળના ઘૂઘરા અને તેમના શરીર પર નાનું પેન્ટ હોય છે. જે લોકોને ખૂબ આકર્ષિત કરતું હોય છે. નસવાડીમાં નીકળેલ ઘેરીયાઓ ભારે આકર્ષણ જમાવ્યું હતું.નસવાડી ટાઉનમાં આવેલ ઘેરીયાના નાચની લોકોએ મજા માણી હતી અને લોકોએ તેમને ખુશ થઈ ઇનામમાં પણ આપ્યું હતું.} ઇરફાન લકીવાલા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો