તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તણખલાના બે યુવકના મૃતદેહ નર્મદા મુખ્ય કેનાલમાંથી મળ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકાના તણખલાના બે યુવાનો ખાપરીય ગામ પાસેથી પસારથી નર્મદા કેેનાલમાં ડૂબા જવાના કારણે મોત નિપજ્યા હતા. બંને યુવકના મોતના તણખલા સહિત નસવાડીમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી.

નસવાડીના તણખલાના બે યુવક શુક્રવારે સાંજ ખાપરિયા નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી ગયાની આશંકાને લઈ સ્થાનિક તરવૈયાની મદદથી ગ્રામજનો દ્વારા કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં બંને યુવકના મૃતદેહ કેનાલમાંથી મોડી રાતના મળી આવ્યા હતા. નસવાડી પોલીસ દ્વારા સ્થળ પંચકાસ કરી મૃતદેહને પરિવારને સોંપ્યાં હતા. બંને યુવક મેમણ સમાજના હોય અને અચાનક બનેલ બનાવથી તણખલા સહીત નસવાડીમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...