ઝોઝ આઉટ પોસ્ટના ASI -LRD જવાન લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર ઝોઝ આઉટ પોલી સ્ટેશનના એએસઆઇ અને લોકરક્ષક દળના જવાનને પંચમહાલ એસીબીએ રંગેહાથ લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.

છોટાઉદપુર જિલ્લાના 6 તાલુકાના પોલીસ સ્ટેશન અને તાલુકાના અલગ અલગ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન હોય છે. જેમાં છોટાઉદપુરના ઝોઝ આઉટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ વનરાજસિંહ અને લોકરક્ષક જવાન મનોજ બાબુભાઈ દ્વારા ફરિયાદીના સંબંધીના દારૂના ગુનામાં તા.૧૯/૯/૧૯ના રોજ કોર્ટમાં રજૂ કરતા જામીન પર મુક્ત થયા હતા. તેનો મોબાઇલ ફોન આ કામના આરોપીઓ પાસે હોઇ મોબાઇલ ફોન પાછો આપવાની માંગણી કરતા આ કામના આરોપીઓએ અમે રિમાન્ડ લીધા નથી,હેરાન કર્યા નથી તેમ કહી ફોન પરત આપવા ફરીયાદી પાસે રૂ.૨૦,૦૦૦ માગણી કરી હતી. રકઝક કરી રૂ ૧૫,૦૦૦ નકકી થયા હતા. ફરીયાદી લાંચની રકમ આપવા માગતા ન હોઇ આ બાબતે એસીબીનો સંપર્ક કર્યો હતો. તેમાં ફરીયાદ કરતા એસીબી પંચમહાલે છટકુ ગોઠ માગ્યા મુજબ પુરા છે. તેમ કહેતા રૂા૧૦,૦૦૦ માગી ,સ્વીકારી બંને રંગેહાથ ઝડપાઇ ગયા હતા.પંચમહાલ એસીબીએ 10000 રૂપિયા સાથે બન્નેની ધરપકડ કરી હતી. આ સફળ ઓપરેશનને પાર પાડવા ટ્રેપ કરનાર અધિકારી જે. એમ. ડામોર પી.આઇ પંચમહાલ એ.સી.બી પો.સ્ટે. ગોધરા તથા ટીમ સાથે સુપરવિઝન અધિકારી ઇ.મદદનીશ નિયામક બી. જે. પંડયા વડોદરા એકમ વડોદરાની ટીમ સાથે જોડાય હતી. છોટાઉદપુર જિલ્લામાં નાના મોટા કામ માટે પોલીસ રોકડ રકમની માંગ કરતી હોય છે. આદીવાસી વિસ્તારમાં એસીબી ની પોલીસ કર્મચારીઓ પર સફળ ટ્રેપ થતા વિસ્તારમાં ખુશી છવાઈ છે અને લાંચિયા પોલીસ અધિકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે .

અન્ય સમાચારો પણ છે...