તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નસવાડી APMCમાં લગાવેલ સ્ટ્રીટ લાઈટો 24 કલાક ચાલુ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નસવાડી ટાઉનમાં ગ્રામ પંચાયત દ્વારા વેરા પાવતીમાં લાઈટ વેરો લેવાતો હોવાથી ગ્રામજનોની સુવિધા માટે સ્ટ્રીટ લાઈટો લગાવાઈ છે. જેમાં નસવાડીના ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિમાં કેટલાય સમય બાદ નવીન સ્ટ્રીટ લાઈટો લગાવાઈ છે. 10 સ્ટ્રીટ લાઈટ લગાવ્યા બાદ ચાલુ થઈ છે. પરંતુ તે સ્ટ્રીટ લાઈટો 24 કલાક ચાલુ રહે છે. ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે ધ્યાન આપવું જોઈએ પણ અપાતું નથીં. કારણ કે સ્ટ્રીટ લાઈટમાં લગાવેલ એલઇડી લાઈટો બંધ થઈ જશે તો બીજી લગાવી દેવાશે. ગ્રામ પંચાયતમાં ગ્રામજનોના વેરાની આવક પણ વધુ હોય ધ્યાન અપાતું નથી. સાથે જ નસવાડી મધ્ય ગુજરાત વિજ કંપનીનો પણ ફોલ્ટ હોઈ શકે છે. પરતું કોઈ જાણ કરે તો પ્રશ્ન હલ થાય તેમ છે. નસવાડી માર્કેટમાંથી વેરો વસુલ કરાય છે. પરંતુ ધ્યાન અપાતું નથી. છેલ્લા 15 દિવસથી નસવાડી માર્કેટમાં 24 કલાક સ્ટ્રીટ લાઈટો ચાલુ છે. સ્ટ્રીટ લાઈટોનું બીલ હાલમા જ 6 લાખથી વધુનું આવ્યું હતુ. જે બાબતે નસવાડી ગ્રામ પંચાયત દ્વારા વાંધો પણ રજૂ કરાયો હતો. જ્યારે બીજી બાજુ ગ્રામ પંચાયતની સ્ટ્રીટ લાઈટો 24 કલાક ગ્રામ પંચાયતના વિજ મીટર પર ચાલે છે કે પછી ડાયરેકટ ચાલે છે. તે તપાસનો વિષય બન્યો છે. આ બાબતે નસવાડી ગ્રામ પંચાયત અને મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ધ્યાન આપી 24 કલાક ચાલુ રહેતી સ્ટ્રીટ લાઈટો બંધ કરવી જોઈએ. સાથે જે વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટોની જરૂર છે. ત્યા તપાસ કરી ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનો માટેની સુવિધા કરવી જોઈએ તેવી માંગ છે.

_photocaption_નસવાડી માર્કેટમાં 24 કલાક ચાલુ રહેતી સ્ટ્રીટ લાઇટોની તસવીર. }ઈરફાન લકીવાલા*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો