તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અશ્વિન નદીમાં માર્ચ મહિનામાં પાણી રહેતા ખેડૂતોને રાહત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નસવાડી તાલુકાની મુખ્ય જીવાદોરી સમાન અશ્વિન નદી છે. અશ્વિન નદી કવાંટ તાલુકામાંથી આવે છે. જે નસવાડી તાલુકામાંથી પસાર થઈ નર્મદા જિલ્લાના તિલકવાડામાં થઈને નર્મદા નદીમાં પહોંચે છે. નસવાડીમાં જાન્યુઆરી માસમાં અશ્વિન નદીમાં પાણી રહેતું નથી. નસવાડી તાલુકાના મુખ્ય હવામાન ખાતા દ્વારા વર્ષ 2018-19માં ઓક્ટોબર માસમાં રજૂ કરેલા આંકડા મુજબ 4.5 મીટર પાણી અશ્વિન નદીમાં હતું. જ્યારે આ વર્ષે ઓક્ટોબર માસમાં રજૂ કરેલા આંકડા મુજબ 6 મીટર પાણી રહ્યું હોવાનું હોવાનો રિપોર્ટ કરાયો છે.

વર્ષ 2018-19માં જાન્યુઆરી માસમાં અશ્વિન નદીમાં પાણી સુકાઈ ગયું હતું. કારણ કે રવિપાક માટે ખેડૂતો કવાંટ તાલુકામાંથી નસવાડી સુધી અશ્વિન નદીના પટમાં સિંચાઈનું પાણી મશીન મૂકી લેતા હોય છે. આ વર્ષે અશ્વિન નદીમાં સારા વરસાદને લઈ પાણી હાલ પણ વહી રહ્યું છે.

ગત વર્ષ કરતા આ વર્ષે માર્ચ માસમાં પાણીની આવક ઉપરથી હજુ ચાલુ છે. હાલ કપાસનો પાક હોય ખેડૂતો હજુ પણ પાણી અશ્વિન નદીમાંથી મશીન મૂકી લઈ રહ્યા છે. હાલમાં અશ્વિન નદીમાં પાણી હોય છોટાઉદપુર, બોડેલી, વડોદરાના સિંચાઇ વિભાગના અધિકારીઓ અશ્વિન નદીની મુલાકાત લઈ ચેકડેમ બનાવવાની જગ્યા નક્કી કરી ગ્રામ પંચાયત સાથે બેઠક કરે તો સરકાર પણ આ બાબતે ધ્યાન આપે તેમ છે.

વર્ષ 2018/19માં ચોમાસા દરમિયાન 4.5 મીટર પાણી હતું, જે ગત ઓક્ટોબરમાં 6.5 મીટર નોંધાયું હતું

_photocaption_નસવાડી અશ્વિન નદીમાં માર્ચ માસમાં પાણીની આવક છે તેની તસવીર. } ઈરફાન લકીવાલા*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો