તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર કંડારી દ્વારા કરજણમાં મતદાન જાગૃતિ માટે રેલી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડારી નેશનલ હાઇવે 48 પર આવેલી માનવ કેન્દ્ર જ્ઞાનમંદિર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને કરજણ નગરમાં તેમજ સોસાયટી વિસ્તારમાં મતદાન માટે જાગૃતિ આવે એ હેતુથી મતદાન જાગૃતિના બેનર તેમજ સૂત્રો સાથે રેલી યોજાઇ હતી અને મતદારોને ફરજિયાત મતદાન કરવાની સમજ આપી હતી.કરજણ તાલુકાના કંડારી ગામ ખાતે નેશનલ હાઇવે 48 પર આવેલી માનવ કેન્દ્ર જ્ઞાનમંદિર સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા કરજણ નગર તેમજ સોસાયટી વિસ્તારમાં વિદ્યાર્થીઓએ બેન્ડ સાથે મતદાન જાગૃતિને રેલી યોજી હતી. તેમજ સોસાયટી વિસ્તારમાં ઘરે ઘરે ફરીને મતદારોને ફરજિયાત મતદાન કરવાની હાકલ કરી હતી. વોટ ફોર ઇન્ડિયાના નારા સાથે તેમજ વિદ્યાર્થી બેન્ડના સૂરો સાથે કરજણ નગરમાં માનવ કેન્દ્ર જ્ઞાનમંદીર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલી મતદાન જાગૃતિ રેલી આકર્ષણનું કેન્દ્ર બની હતી. તસવીર - જતીન વ્યાસ

અન્ય સમાચારો પણ છે...