તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભગિયાવાડના મધ્યાહન ભોજન સંચાલકને અનાજ લેવા ધક્કો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નસવાડી તાલુકામાં રાજ્ય સરકારની મધ્યાહન ભોજન યોજના કાર્યરત છે. જેમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને એક ટાઈમનું ભોજન મળે છે જે ભોજનનું અનાજ મધ્યાહન ભોજનના સંચાલકો લાવતા હોય છે. ભગિયાંવાડના સંચાલક અનાજનો જથ્થો લેવા માટે નખલપુરા 10 કિમી દૂર આવેલ અને એ પણ સંચાલકની દુકાન ખોખરા વ પાસે આવેલ હોય ત્યાંથી ઘઉં ચોખાના કટ્ટા બાઈક પર મૂકી લઈ જતો હતો. રસ્તામાં ચોખાનો કટ્ટો પડું પડું થઈ જતા અન્ય વાહન ચાલકે તેને મદદ કરી હતી. કેટલી વખત બે ત્રણ આંટા મારવા પડે છે. નસવાડી તાલુકામાં મધ્યાહન ભોજન સંચાલકોને નજીકમાં આવેલ દુકાનમાંથી મધ્યાહન ભોજનનો જથ્થો મળે તો જીવના ઝોખમે સંચાલકોએ બાઈક પર અનાજનો જથ્થો લઈ જવો ન પડે. ભગિયાંવાડના સંચાલક નજીકમાં ઘૂંટીયાઆબા, કપરાલી બે રેશનિંગની દુકાનો નજીક ફક્ત બે કિલોમીટરના અંતરે હોવા છતાં નખલપુરા અનાજનો જથ્થો કઈ રીતે ગોડાઉનમાંથી પહોંચી ગયો નસવાડી તાલુકાના મધ્યાહન ભોજનના સંચાલકો દર માસે અનાજનો જથ્થો લેવા આ દુકાન પેલી દુકાન પર જવું પડે છે ત્યારે છોટાઉપુર જિલ્લાનું વહીવટી તંત્ર આ બાબતે તપાસ કરે અને દરેક મધ્યાહન ભોજન સંચાલકોને અનાજનો જથ્થો ક્યાંથી ક્યારે મળે છે તે જરૂરી બન્યું છે નસવાડી ગોડાઉનથી ફળવાતો અનાજનો જથ્થો કિલોમીટર દૂર કઈ રીતે પહોંચી જાય છે તે જાણવું જરૂરી બન્યું છે.

ભગિયાંવાડ મધ્યાહન ભોજનનો જથ્થો બાઈક પર લઈ જવાય છે. તસવીર ઈરફાન લકીવાલા

મારા સસરા પાછળ આવે છે હું બાઈક પર જથ્થો લઈ જવ છું
બે વખત પૂછ્યા બાદ આજે જથ્થો મળ્યો છે દર વખતે બાઈક પર લેવા જવું પડે છે મારા સસરા પાછળ આવે છે. કઈ ભાડું મળતું નથી કે કોઈ ચૂકવતું નથી બાળકોના ભોજન માટે લઈ જવું પડે છે. મહેન્દ્રભાઈ જમાઈ, ભગિયાંવાડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો