તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલાના ખેડૂતને જુગારીયો સમજી બાઈક પર લઇ જતાં પગ તૂટી ગયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નસવાડી તાલુકાના અનેક ગામડામાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલે છે ત્યારે નસવાડી પોલીસને ખબર પડી હતી કે પાલા નજીક મેન નદી પાસે ખેતર નજીક જુગાર રમાઈ રહ્યો છે. જેને લઈ પોલીસ સાદા ડ્રેસમાં પહોંચી હતી. જુગારીઓ નાસ ભાગ મચી હતી. જ્યાં પોલીસે એક વ્યક્તિને પકડીને લઇ જતા સમયે બાઇક પરથી પડતા તેનો પગ ભાંગી ગયો હતો.

ભોગ બનનારના પત્નીના જણાવ્યા મુજબ મારા પતિ બાજરીના ખેતરમાં ખાતર નાખતા હતા અને જુગારીઓને પકડવાની જગ્યા મારા નિર્દોષ પતિને પકડીને માર માર્યો હતો જે જુગાર રમતો ન હતો અને બાઈક પર વચ્ચે બેસાડી નસવાડી લાવતી વખતે બાઈક પરથી પગ નીચે પડ્યો હોવાથી પગ નીચેથી ભાગી ગયો છે. નસવાડી પોલીસ આ ખેડૂતને સ્થળ પર મૂકી ભાગી ગયા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું મહીલા પત્નીએ સ્થળ પર ભારે રોકકડોળ કરી હતી અને ત્યારબાદ નસવાડી પોલીસનો મોટા ભાગનો સ્ટાફ સ્થળ પર પહોંચીને હાજર મહીલા, ગ્રામજનને સમજવ્યા બાદ 108માં ઇજાગ્રસ્તને દવાખાને લાવી પગ ભાગેલ હોય વડોદરા સારવાર માટે ખસેડાયો હતો. નસવાડી પોલીસે હાલ તો સારવાર પેટે ખેડૂતને મદદ કરવાનું જણાવ્યું છે.

નસવાડીમાં ખેડૂતનો પગ ભાગી જતા સારવાર કરાઈ. તસવીર ઈરફાન લકીવાલા

મારા પતિને માર માર્યો છે હવે મારે કોઈ કમાનાર નથી, મારી પાસે દવાના પૈસા પણ નથી
મારી નજર સામે જ મારા પતિને પોલીસે માર્યો છે પગ ભાગી ગયો છે. બાઈક પર લઈ જતા હતા હવે દવાખાનાના પણ પૈસા નથી. મારા પતિ ખેતરમાં બાજરીના પાકને ખાતર નાખતા હતાં. લીલાબેન રૂસ્ટમભાઈ ભીલ, ઇજાગ્રસ્તની પત્ની,

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો