તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નસવાડી તાલુકામાં નવરાત્રીની તૈયારીમાં આયોજકો વ્યસ્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડી ટાઉન કોમી એકતાનું પ્રતીક ગણાય છે. દર તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં ધામધૂમથી ઉજવાય છે. જ્યારે નવરાત્રીના ગરબાને હવે બે દિવસ બાકી હોય નસવાડીના ચાર રસ્તા વિસ્તારથી લઈ બજાર વિસ્તાર જલારામ મંદિર વિસ્તાર સાથે અલગ અલગ સ્થળે નવરાત્રીના ગરબાનું આયોજન કરાયું છે. નવરાત્રીના ગરબામાં આ વખતે વરસાદ આવે અને ખેલૈયાના રંગમાં ભંગના પડે તે હેતુ નથી. નસવાડીના ગરબા આયોજકો દ્વારા ગરબાના ગાયક કલાકારના સ્ટેજને હમણાથી પ્લાસ્ટિકની તાડપત્રીથી કવર અપાઈ રહ્યું છે. એકંદરે નસવાડી તાલુકાના નાના મોટા ગામડામાં દર વર્ષની જેમ આ વખતે નવરાત્રીનું સુંદર આયોજન કરાયું હોય ગરબા આયોજકો તૈયારીમાં વ્યસ્ત બન્યા છે. ઇરફાન લકીવાલા

અન્ય સમાચારો પણ છે...