તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આકોના ચોકડી પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત થતાં એકને ગંભીર ઇજા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નસવાડી ટાઉનમાંથી નીકળતો મુખ્ય સ્ટેટ હાઈવે રોડ અને નેશનલ હાઈવે નંબર 56 બન્ને રોડ જ્યાં ભેગા થાય છે. ત્યાં વાહન ચાલકોને વારંવાર અંસમજશ ઉભી થતી હોય છે. કારણ કે દેવલીયાથી નસવાડી ટાઉનમાં વાહન આવે તો તેને બોડેલી તરફથી આવતા વાહનનું જજમેન્ટ એકદમ લઈ શકાતું નથી. બીજું બાજુ નેશનલ હાઈવે નંબર 56 હોય કોઈ સાઈન બોર્ડ મરાયાં ન હોય વારંવાર અકસ્માતની ઘટના બને છે.

આ રોડ પર ત્રણ મોટી સ્કૂલો આવેલી હોય હજારો વિદ્યાર્થીઓ સ્કૂલના વાહનોમાં અવરજવર કરતા હોય છે. ત્યારે આકોના ચોકડી પાસે બે ટ્રકો સામસામે ભટકાઈ હતી. જેમાં એક ટ્રક નસવાડી ટાઉનમાં આવતી હતી.

બીજી ટ્રક બોડેલી તરફથી દેવલીયા તરફ જતી હતી. ટ્રકના અકસ્માતમાં ટ્રક ડ્રાઇવર ગંભીર ઇજાગ્રસ્ત બન્યો હતો. જેને લઈ તેને વધુ સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો. નસવાડી પોલીસ સ્થળ પર પહોંચી ટ્રાફિક શરૂ કરાવેલી અવાર નવાર નેશનલ હાઈવે નંબરની આકોના ચોકડી પર અકસ્માત થતાં હોવા છતાંય નેશનલ હાઈવે વિભાગ ધ્યાન આપતું નથી.

ત્યાર કોઈ મોટી ઘટના બાદ તંત્ર ધ્યાન આપશે. સાથે જોખમી ચોકડી હોવા છતાંય સાઈન બોર્ડ તેમજ સ્પીડ બ્રેકર મુકાયા ન હોય નસવાડીના ગ્રામજનો માંગ કરી છે. જેનાથી વાહન ચાલકોને અંસમજશ ઉભી ના થાય.

આકોના ચોકડી પર બે ટ્રકો નું અકસ્માત થયું તેની તસવીર ઈરફાન લકીવાલા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો