તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નસવાડીની એકલવ્ય તીરંદાજી સ્પર્ધામાં 13 ખેલાડીની પસંદગી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી એકલવ્ય તીરંદાજી એકેડેમીના તિરંદાજોએ રાજ્યકક્ષાએ ડંકો વગાડ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર તા.23 થી 24 ફેબ્રુઆરીના રોજ નસવાડી એકલવ્ય તીરંદાજી એકેડેમીમાં ગુજરાત સ્ટેટ આર્ચરી એસોસિએશન સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી અને એકલવ્ય તીરંદાજી એકેડેમીના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષા તીરંદાજી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ દસ જિલ્લાના 120 ખેલાડીઓ ભાગ લીધો હતો. જેમાં કુલ ત્રણ ધનુષ રીકર્વ, ધનુષ કમ્પાઉન્ડ ધનુષ અને ઇન્ડીયન ધનુષની ઇવેન્ટ રાખવામાં આવી હતી. એન્ડીયન ધનુષમાં રાષ્ટ્રીય કક્ષા માટે કુલ ચાર ખેલાડીઓ પસંદગી કરવાની હતી. એમાં એકથી ચાર નંબર એકલવ્ય તીરંદાજી એકેડેમીના ખેલાડીઓ પસંદગી પામ્યા છે. આમ નસવાડી એકલવ્ય તીરંદાજી એકેડેમીના કુલ 13 ખેલાડીઓ તા.9થી 16 માર્ચ સુધી કટક ઓરીસા ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની તીરંદાજી સ્પર્ધામાં ભાગ લેવા જશે. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના કુલ 24 ખેલાડીઓ ભાગ લેવા જશે. 24માંથી 13 ખેલાડીઓ એકલવ્ય તીરંદાજી એકેડેમીના છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો