તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નસવાડીની 125 ગામ જૂથ પાણી પુરવઠા યોજનાના રોજમદારોને પગાર મળ્યો નથી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નસવાડી તાલુકામાં ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા સર્જાતી હોય સરકાર દ્વારા કરોડો રૂપિયાની 125 ગામ જુથ પાણી પુરવઠા યોજના અમલમાં મૂકી છે. પોચબા ખાતે નર્મદાનું પાણી લઈ ફિલ્ટર કરી ગામડાના સંપ ટાકામાં પહોંચે છે. જે કામગીરી યોજના શરૂ થઈ ત્યારથી 17 જેટલા રોજમદારો કામ કરી રહ્યા છે. ત્યારે વર્ષોથી કામ કરતા અને કેટલાય મહીનાઓથી કામ કરતા તમામ રોજમદારોને યોજનાની નિભાવણી કરતા પેટા કોન્ટ્રાક્ટર પગાર ચૂકવતો નથી. જે રોજમદારો ગરીબ પરીવારના હોવા છતાંય કોન્ટ્રાક્ટર પગાર આપતો નથી. જેને લઈ રોજમદારોની હાલત કફોડી બની છે.

ત્રણ વાર કોન્ટ્રાક્ટર અધિકારીઓ સાથે બેઠક થઈ હોવા છતાંય પગાર ચુકવવામાં ન આવતા આખરે ઉનાળાના શરૂઆતના 1 માર્ચથી તમામ રોજમદારો પાણી છોડવાની લાઈન પર કામગીરીથી અડગ રહેવાનું નક્કી કર્યું છે. યોજનામાં લાઈન રિપેરિંગની કોઈ વસ્તુ નથી. કોન્ટ્રાક્ટર યોજના નિભાવણી પેટે દર માસે બિલ લઈ લે છે. જ્યારે રોજમદારોને હજારો રૂપિયા બાકી છે અને ફક્ત ઠાલા વચનો આપે છે. જેને લઈ રોજમદારોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

કોન્ટ્રાક્ટર આદિવાસી રોજમદારોનું શોષણ કરી રહ્યો છે. જેને લઈ નસવાડી મામલતદાર, ધારાસભ્ય, પાણી પુરવઠા વિભાગને આવેદન આપી તેમની રજૂઆત કરશે.

નસવાડી 125 ગામ પાણી પુરવઠા યોજનાના રોજમદારો. ઈરફાન લકીવાલા

મેહનતના પૈસા નહીં મળે તો અમો બધા જ પરિવારો સાથે પ્લાન્ટ પર મરી જઈશું
અમારા બધા જ રોજમદારો ના વર્ષો થી પગાર બાકી છે કોન્ટ્રાકટર કઈ જવાબ આપતો નથી કોઈ અવાજ કરે તો તેમે પૈસા આપે છે .અમારે જવાબ કોણે આપવા બધા જ હેરાન છે અમો ને પગાર નય મળે તો આ પ્લાન્ટ પર પરિવારો સાથે મરી જઈશું.તમામ રોજમદારો, કામ કરનાર ફિલ્ટર યોજના પોચબા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો