તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નસવાડી તાલુકાના 5 કામના જોબ નંબર માર્ગ અને મકાન વિભાગને ફાળવાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નસવાડી તાલુકો આદીવાસી વિસ્તાર ધરાવતો તાલુકો હોય વિકાસના કામો હજુ પણ કેટલાય ગામમાં જરૂરિયાત મુજબના હાથ પર ધરવા માંગ છે ત્યારે છોટાઉદેપુર મત વિસ્તારના સાંસદ રામસિંહ રાઠવા અને સંખેડા ધારાસભ્ય અભેસિહ તડવી તેમજ તાલુકા ભાજપ પ્રમુખોની રજૂઆતની ધ્યાન પર લઈ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ દ્વારા નસવાડી તાલુકાના પંચાયત માર્ગ અને મકાન વિભાગના રોડ તેમજ અન્ય કામગીરીને લગતા કામના જોબ નંબર ફાળવામાં આવ્યાં છે.

જેમાં નસવાડી કુકાવટી, વાઘીયા મહુડા રોડ, ધનિયા ઉમરવા એપ્રોચ રોડ, ઢાઢ નિયાં, ડાભેન રોડ, આંધની ખેરમાર રોડ, જીવન પુરા, અબડા એપ્રોચ રોડ આમ પાંચ રોડના કામમાં સ્લેબ ડ્રાઈન, પ્રોટેકસન વોલ, પાઇપ નાણાં તેમજ અન્ય કામગીરી હાથ ધરવાની છે અંદાજીત 536 લાખના અને 14.70 કિમીની લબાઇમાં આવતા આ રોડની કામગીરીને લગતા જોબ નંબર ફાળવામાં આવ્યાં છે. આ રોડની કામગીરીના ટેન્ડર ટૂંક સમયમાં ઓનલાઈન બહાર પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે નસવાડી તાલુકાના ખાસ કરીને ડુંગર વિસ્તારના હરખોડ, કુંડા, ગણીયાબરી, સાકળીબારી, ચાવરિયસ ગામના રોડ આઝાદીના વર્ષો પછી પણ બનાવવામાં આવ્યા નથી. ત્યારે જુની રોડની માંગણી મંજૂર કરવામાં આવે તેવી લોક માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો