નસવાડી ITIમાં સ્પોર્ટ્સ વીક વિજેતા ટીમોનું ટ્રોફી આપી સન્માન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નસવાડી આઇ ટી આઇ ખાતે તારીખ 3 થી 7 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલ સ્પોર્ટસ વિક મા વિજેતા ટીમ અને પ્રતિભા શાલી ખેલાડીને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી જેમાં નસવાડીના સરપંચ ગીતાબેન તડવી તેમજ પ્રદેશ મંત્રી જશુભાઈ ભીલ અને એટીવીટી સભ્ય વિનુભાઈ ભીલ દ્વારા ટ્રોફી વિતરણ કરવામાં આવી નસવાડી આઈ.ટી.આઈ ખાતે સ્પોર્ટસ વીકનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં ૧૦૦ થી વધુ આઈ ટી આઈ મા અભ્યાસ કરતા તાલીમાર્થી ઓએ ભાગ લીધો હતો જેમાં ક્રિકેટ વોલીબોલ ગર્લ્સ ક્રિકેટ લીંબુચમચી સંગીત ખુરશી મેહદી સ્પર્ધા જેવી અનેક સ્પર્ધા યોજાઇ હતી જેમાં વિજેતા ટીમને ટ્રોફી તેમજ મેડલ્સ આપી સન્માન કરવામાં આવ્યું જેમાં પ્રદેશ મંત્રી જશુભાઈ ભીલ એ તાલીમાર્થીઓને સ્કીલ ડેવલોપમેન્ટ માટેની જાણકારી આપી અને નસવાડી આઈ.ટી.આઈ ખાતે તાલીમાર્થીઓએ પોતાના મંતવ્ય રજૂ કર્યો હતો આઈ ટી આઈ શુ છે જેના થકી તમો જેતે ટ્રેડ માં કઈ શીખ મેળવી શકો તેની સમજ આચાર્ય દવારા તાલીમાર્થીઓને આપી હતી.

નસવાડી આઈટીઆઈમાં વિજેતા ટીમને ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું. }ઈરફાન લકીવાલા
અન્ય સમાચારો પણ છે...