Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મામલતદારે તણખલા ગામે ચાઇનીઝ દોરીનું ચેકિંગ કર્યું
તણખલામાં પતંગ દોરાની દુકાન પર ચેકિંગ હાથ ધરાયું હતું.ઈરફાન લકીવાલા
ભાસ્કર ન્યુઝ |નસવાડી
નસવાડી ટાઉનના પતંગ બજારમાં ચાઈનીઝ દોરીના વેચાણને લઈ મામલતદાર દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. ત્યાર બાદ નસવાડીના મુખ્ય સેન્ટર તણખલા ગામે પતંગ દોરીનો વેપાર કરતા વેપારીઓને નસવાડી મામલતદાર જીઆર હરદાસણી જાતે અચાનક દુકાનોમાં તપાસ કરી હતી. ચાઈનીઝ દોરીનું અંદર ખાનગી વેચાણ કરતા વેપારીઓ મામલતદારની ચેકિંગને લઈ દોડધામ કરી મૂકી હતી સાથે જ નસવાડી મામલતદાર દ્વારા પતંગ દોરાનું વેચાણ કરતા વેપારીઓને ચાઈનીઝ દોરા અને તુકલ વિશે નુકશાન થતું હોવાની સમજ આપી હતી. દસથી વધુ દુકાનોમા ચેકિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ નસવાડી મામલતદાર દ્વારા ઉતરાણના દિવસ સુધી પતંગ દોરાના વેપારીઓને ત્યાં અમો તપાસ કરીશુંનું જણાવ્યું છે. અચાનક નસવાડી મામલતદાર તણખલા ગામે ચેકિંગ હાથ ધરતા પતંગ દોરાના વેપાર કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. સાથે જ અન્ય લોકોએ નસવાડી ટાઉનની દુકાનોમાં ચેકિંગ બાબતે જાણ કરતા નસવાડીના પતંગ બજારમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.