તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નસવાડીમાં રોજગાર લક્ષી તાલીમને લઈ સાહિત્ય કીટ અપાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડીના એકલવ્ય તીરંદાજી એકેડેમી પર સંકલિત આદિજાતિ વિકાસ પ્રાયોજના કચેરી છોટાઉદેપુર પુરસ્કૃત એક મહિનાની સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ તૈયારી અને બ્યુટી પાર્લર માટેની તાલીમ યોજાઇ. તાલીમમાં 100 જેટલા શિક્ષિત બેરોજગારોએ ભાગ લીધો આજે તાલીમના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં ધારાસભ્ય અભેસિંહ તડવીએ તાલીમાર્થીઓને સરકારી નોકરીમાં વધુમાં વધુ શિક્ષિત યુવાનો અને યુવતીઓ પસંદગી થાય એવી શુભેચ્છાઓ આપી. આ પ્રોગ્રામમાંં વડોદરા યુવા મોરચા પ્રમુખ અને સિન્ડીકેટ સભ્ય રાજુભાઇ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં શિબિરમાં ભાગ લેનાર તમામને સાહિત્ય કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...