તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સવારે 11 વાગ્યાની આસપાસ બે ઘટના બની હતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. ત્યારે બોડેલીના ધારોલીયા, ગજેન્દ્રપુરા રસ્તે આવતા સ્મશાન જતા કોતર પર આવેલ કોઝવે પર સવારના 11 વાગ્યા બાદ ગજેન્દ્રપુરાના બાઈક સવાર પસાર થતા તે બાઈક સાથે પાણીમાં તણાયા હતાં. નજીકમાં એક પશુ પાલકને ત્યાં બુમા બૂમ સંભળાતા નજીકના લોકો દોડી આવ્યાં હતાં અને બે વ્યક્તિને બચાવ્યાં હતાં. ત્યારબાદ કડાછલાંના બાઈક સવાર કોઝવે પરથી પસાર થતા બાઈક તરત પાણીમાં તણાઈ હતી અને વ્યક્તિ બચી ગયો હતો. બાઈકને કોઝવેમાં જતી બચાવવા એક વ્યક્તિએ મેહનત કરી હતી આખરે દોરડાથી બાઈકને બહાર કાઢી હતી. ગ્રામજન ગિરીશભાઇના જણાવ્યા અનુસાર પાઇપ નાના હોય પાણી વહેલું જતું નથી. સરકાર ધ્યાન આપે અને મોટું નાળું બનાવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...