અક્ષર જીનના માલિકને લોકઅપ બહાર આઈસ્ક્રીમ-વેફર અપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડી નજીક આવેલ અક્ષર જીનમાંથી 612 રૂની ઘાસડીઓ અને 1600 કવિન્ટલ કપસીયાના કૌભાંડની 1.52 કરોડની પોલીસ ફરીયાદ બાદ સીસીઆઈનો કર્મચારી જેલમાં ગયો હતો. આ જ ગુન્હાનો બીજો આરોપી અક્ષર જીનનો માલિક માલેતુજાર હોય હાઈકોર્ટમાં પહોંચી શરતી જામીન લાવ્યો હતો. જેમાં 30 લાખ રૂપિયા નસવાડી કોર્ટમાં એફડી કરાવ્યા છે. ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરાતા કૌભાંડીને નસવાડી પોલીસ લઈ ગઈ હતી. નસવાડી પોલીસ અક્ષર જીનના માલિક હોય મોડી રાત સુધી બાજુના એક રૂમમાં બેસાડ્યો હતો. નસવાડી કોર્ટે પોલીસને કૌભાંડી આરોપીને સોંપ્યા બાદ લોકઅપમાં મુકવાની જગ્યાએ રૂમમાં ખુરશી પર બેસાડ્યો હતો. તપાસ અધિકારી હાઈકોર્ટમાં ગયા હોય આરોપીની સેવામાં એક વ્યક્તિ કાર સાથે પોલીસ સ્ટેશનમાં હાજર હતો. અલ્પેશ રાણપનિયાને રૂમમાં બે આઈસ્ક્રીમ વેફર સારો નાસ્તો અને જે માંગે તે હાજર વ્યક્તિ લાવી આપતો હતો. નસવાડી પોલીસ સામાન્ય ગુન્હામાં પણ આરોપીને લોકઅપમાં મૂકે છે જ્યારે આરોપી બાજુના રૂમ બિન્દાસ્ત હતો. હજુ 1.52 કરોડનો મુદ્દામાલ રિકરવ થયો ન હોવા છતાં કરોડો કૌભાંડી આરોપી પોલીસ રહેમ નજર હેઠળ આઈસ્ક્રીમ અને વેફર ખાઈ રિમાન્ડ પર હતો.

અન્ય સમાચારો પણ છે...