તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાચા રસ્તાના ખાડા ગ્રામજનોએ જાતે પુર્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના વાડીયા, ખોખરા, ગનીયાબારી, સાંકડીબારી, પીપલવાળી, આમતા, ડબ્બા, કુપ્પા, ખેંદા, છોટીઉંમર આમ 10 ગામને જોડતો કાચો ટૂંકો માર્ગ ડુંગર પરથી પસાર થાય છે. જે કાચો રસ્તો આ 10 ગામના ગ્રામજનોને પહોંચવા માટે સરળ પડે છે અન્ય પાકો રસ્તો છે.

પરંતુ તેનો 15 કિમીથી વધુને ફેરો હોય ઉપરના 10 ગામના લોકો આ ટૂંકો ચાર કિલોમીટરનો કાચો માર્ગ પસંદ કરે છે. સરકારી તંત્રથી લઈ છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ ના કાર્યપાલક ઇજેનર પણ પીપલવાળી તેમજ અન્ય ગામમાં ચાલતા આર એન્ડ બીના કામની વિઝીટ માટે આ કાચા રસ્તાનો ઉપયોગ કરીને જાય છે. આ કાચો માર્ગ ઢાળ પટાડ વાળો છે.

ચોમાસા દરમ્યાન મસમોટા ખાડા પડી ગયા બાદ હવે વરસાદ ન હોય છતાં છોટાઉદેપુર જિલ્લા પંચાયત ...અનુસંધાન પાના નં.2

વરસાદમાં હેરાન થયા હવે જાતે જ ખાડા પુરવા લાગ્યા છે
વાહન ચાલકોને મુશ્કેલી રસ્તા ખરાબ થયા હોય પંચર પડે છે ખાડા પડી ગયા છે. છતાં કોઈ ધ્યાન ન આપતા અમો જાતે જ રસ્તો રીપેરીંગ કરવા લાગ્યા છે જે આમારે કરવો જ પડે તેમ છે સરકારી તંત્ર ધ્યાન આપતું નથી આ કાચો રસ્તો જ અમોએ ડુંગર ખોદીને સરખો બનાવ્યો હતો. રશુલભાઈ ડું ભીલ, ગ્રામજન વાડીયા

જેસીબી મોકલી જે ખાડા છે તે સરખા કરાવી પ્રશ્ન હલ કરીશું
વરસાદ હાલ રહ્યો છે હવે જે કામગીરી હોય તે જેસીબી મોકલી રસ્તાનું રીપેરીંગ કામ શરૂ કરાશે. આ કાચા રસ્તા સરકારમાંથી મંજૂર થયા બાદ પાક બનાવવામાં આવશે. આર બી પરમાર, ડે ઇજેનર પંચાયત RNB નસવાડી

નસવાડીના સાંકળથી વાડીયા જતો કાચો રસ્તામાં પડેલ ખાડાને પૂરતા ગ્રામજનો નજરે પડે છે. તસવીર - ઈરફાન લકીવાલા

અન્ય સમાચારો પણ છે...