છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકા 31 તલાટીઓની એકાએક બદલી કરાઇ

છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકા 31 તલાટીઓની એકાએક બદલી કરાઇ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:25 AM IST
છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં અંદાજીત 10 લાખથી વધુ વસ્તી આવેલ છે. છોટાઉદેપુર જિલ્લામાં 343 ગ્રામ પંચાયત આવેલ છે. જેમાં 251થી વધુ તલાટીઓ ફરજ બજાવી રહ્યાં છે. ગ્રામ પંચાયત એટલે ગામના વિકાસ જેમાં તલાટીની મુખ્ય જવાબદારી હોય છે. છોટાઉદેપુર જિલ્લામાં કેટલાય એવા ગ્રામ પંચાયતના તલાટીઓ છે. જે ગ્રામ પંચાયતનો વહીવટ સારી રીતે ચલાવી ગ્રામ પંચાયતને આગળ લાવ્યા છે. જ્યારે કેટલાય એવા તલાટીઓ છે જે ગ્રામ પંચાયતમાં ફરજના ભાગરૂપે પોતાની જવાબદારી સમજતા નથી અને જે કામગીરી થવી જોઈએ તે કરતા નથી. ગ્રામ પંચાયતના તલાટીઓ સરકારી કર્મચારી હોય છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારીએ 31 તલાટીઓની બદલીના આદેશ કર્યા છે. જેમાં નસવાડી તાલુકાના 10 તલાટી, કવાંટના 8 તલાટી, છોટાઉદેપુરના 7 તલાટી, પાવીજેતપુરના 2 તલાટી, બોડેલીના 1 તલાટી, સંખેડાના 3 તલાટી આમ કુલ 31 તલાટીઓની બદલી ફરજના ભાગરૂપે કરવામાં આવેલ છે. છોટાઉદેપુર જિલ્લામાં મોટાભાગના તલાટીઓ એક જ ગ્રામ પંચાયતમાં વર્ષોથી સેજા સંભાળી રહ્યાં છે. જેમાં વધુ પડતા ધડાઈ ગયેલા તલાટીઓ પોતાની કામગીરી જવાબદારી પૂર્વક કરતા નથી. જેમાં ખાસ કરીને વેરા વસુલાત તેમજ શૈક્ષણિક ઉપકરની કામગીરીમાં ધ્યાન આપતા નથી. ટીડીઓની બેઠકમાં પણ આપેલ ...અનુસંધાન પાના નં.2

X
છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકા 31 તલાટીઓની એકાએક બદલી કરાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી