તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાંકળથી વાડીયા જતાં કાચા રસ્તાની કામગીરી શરૂ કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકામાં આઝાદીના 72 વર્ષ બાદ પણ પાકા ડામર રસ્તા ગામડા સુધી પહોંચ્યા નથી. જેમાં નસવાડી તાલુકાના સાંકળથી વાડીયાને જોડતો મુખ્ય ટૂંકો કાચો રસ્તો છે. જે કાચા રસ્તાથી ડુંગર વિસ્તારના દસ ગામના ગ્રામજનો પસાર થાય છે. જેમાં સરકારી તંત્રએ પણ વાડીયા, કુપ્પા, ગણીયાંબારી જવું હોય તો ધારશિમેલ થઈ જવું પડે છે. જ્યારે એ રસ્તો 15 કિમીનો ફેરો હોય સરકારી તંત્ર પણ ડુંગર વિસ્તારમાં પહોંચવા માટે સાંકળથી વાડીયા જતાં કાચા માર્ગનો ઉપયોગ કરે છે. જે માર્ગનું ચોમાસા દરમ્યાન ધોવાણ થયેલ અને મોટા ખાડા પડી ગયા હતા. જેની નોંધ સરકારી તંત્ર દ્વારા ન લેવામાં આવતા આખરે ગ્રામજનો દ્વારા આ કાચો રસ્તો જાતે જ ખાડા પુરાણ કરવા લાગ્યા હતા. જેનો એહવાલ દિવ્યભાસ્કર દ્વારા પ્રસિદ્ધ કરાતા નસવાડી તાલુકાનું માર્ગ અને મકાન વિભાગ જાગ્યું અને બે જેસીબી મશીન સાંકળથી વાડીયા જવાના કાચા માર્ગ પર શરૂ કરાયા છે અને જ્યા ખાડા છે. ત્યાં માટી પુરાણ કરી રસ્તાને વાહન ચાલકો જઈ શકે તે રીતે બનાવવા માટે કામગીરી શરૂ કરાઇ છે. નસવાડી પંચાયત માર્ગ અને મકાન વિભાગના ડે. ઇજેનર જાત નિરીક્ષણ રસ્તાનું કર્યું છે.

ભાસ્કર ઇમ્પેક્ટ
નસવાડીના સાંકળથી વાડીયા જતા કાચા રસ્તાની કામગીરી જેસીબી મશીનથી શરૂ કરાઇ. ઈરફાન લકીવાલા

અન્ય સમાચારો પણ છે...