તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નસવાડીના ધૂમનાથી 2.09 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં નર્મદા નદીમાં થઈ બોટ મારફતે વિદેશી દારૂ આવ્યો હોવાની બાતમી પોલીસને મળેલ હતી. જેને લઈ સો પ્રથમ પીપલવાળી ગામે બોડેલી સીપીઆઈ અને નસવાડી પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા બે લાખથી વધુ રકમનો વિદેશી દારૂ ઝડપાયો હતોય. ત્યારબાદ સતત બીજા દિવસે પણ પોલીસ દ્વારા ડુંગર વિસ્તારમાં રેડ કરાતા ધૂમના ગામે નર્મદા નદી મારફતે વિદેશી દારૂ આવ્યો હોય જેમાં બીયર ભરેલા બોક્સ નંગ 83 કુલ નંગ 1992ની કુલ કિંમત 209160નો વિદેશી દારૂ બિલજીભાઈ મોગિયા વસાવાના મકાનના માળિયા પર વિદેશી દારૂ સંતાડીને મુકવામાં આવ્યો હતો. જે બોડેલી સીપીઆઈ અને નસવાડી પીએસઆઈ અને પોલીસ સ્ટાફ નર્મદા નદીના કિનારે 7 કિમી પગપાળા જઈને આ વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. બે દીવસમાં ચાર લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડતા બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. બે દિવસમાં ઝડપાયેલા દારૂનું વેચાણ કરતા બૂટલેગરો ફરાર થઈ ગયા છે. પોલીસ દ્વારા આટલી બધી માત્રમાં વિદેશી દારૂ મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવ્યો હોવાનું માની રહેલ છે. આ દારૂ કોને આપવાનો હતો તેની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...