તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીલગામ , ખોખરા (લા) પ્રા. શાળાઓ સુધી પાકા રસ્તા બન્યા નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લા નો નસવાડી તાલુકો આદીવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે .પ્રાથમીક સુવિધા મા આદીવાસી બાળકો શીક્ષણ થી વંચિત ન રહે તે માટે ગામડા મા ધો 1 થી 5 ની શાળા ઓ શરૂ કરેલ છે જેમાં નસવાડી તાલુકા મા 247 પ્રાથમીક શાળા ઓ આવેલ છે.

જેમાં નસવાડી તાલુકા ની બીલગામ પ્રાથમીક શાળા મા 23 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જે શાળા સુધી આદીવાસી બાળકો પગપાળા ખેતર ના કાચા પગદંડી રસ્તા થી જાય છે .સાથે શીક્ષક પણ કાચા રસ્તે જ જાય છે .બીલગામ ની વસ્તી 300 જેટલી છે છતાંય પાકા રસ્તા અને ગ્રામ પંચાયત થકી બનતા રસ્તા આજદીન સુધી પ્રાથમીક શાળા સુધી બન્યા નથી .

બીજી બાજુ ડુંગર વિસ્તાર ની ખોખરા (લા) પ્રાથમીક શાળા મા 16 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે તે પણ કાચા પગદંડી ના રસ્તે જ શાળા સુધી આવે છે આ વિદ્યાર્થીઓ જેમકે જંગલ માંથી પસાર થઈ ને ના આવતા હોય તેવો ભાસ થાય છે શીક્ષકો પણ બાઈક બહાર મૂકી પગદંડી ના રસ્તે પગપાળા શાળા મા આવે છે .ખોખરા (લા) ની વસ્તી પણ 500 થી વધુ હોવા છતાંય આજદીન સુધી સરકારી તંત્ર દ્વારા આ બાબતે ધ્યાન નથી અપાયું. શાળાની મૂલાકત શીક્ષણ વિભાગ ના અધિકારીઓ કરે તો તેમને પણ ખબર પડે આ પરિસ્થિતિમાં શાળાઓ ચાલે છે.

શાળા ની વિઝીટ બુક મા પણ કોઈ એન્ટરી નથી હોતી કારણ કે આ શાળા ની મુલાકાતે કોઈ જતું જ નથી. ત્યારે ગતિશીલ ગુજરાત ના ગામડા ની પ્રાથમીક ...અનુસંધાન પાના નં.2

દરરોજ વિદ્યાર્થીઓ સાથે ખેતરના પગદંડી રસ્તે જ શાળામાં આવું છું
બીલગામની શાળામાં વિદ્યાર્થીઓ સાથે ખેતરના પગદંડી રસ્તા પર આવું છું પાકો રસ્તો શાળા સુધી નથી. અરુણ ભાઈ પટેલ, શિક્ષક પ્રાથમીક શાળા બીલગામ

માત્ર એક કિમીનો જ રસ્તો બનાવવો પડે તો ડામર રસ્તાથી શાળા જોડાય
પાકો રસ્તો નથી બાઈક અમારી બહાર મૂકી શાળા એ આવ્યે છે એક કિલોમીટર રસ્તો બનાવયો પડે તો ડામર રસ્તા થી શાળા જોડાય. રાજેશભાઈ પટેલ, શિક્ષક પ્રાથમીક શાળા ખોખરા (લા)

બીલગામ અને ખોખરા (લા) પ્રાથમીક શાળાના રસ્તા ન હોય ખેતરના પગદંડી રસ્તાથી શાળામાં જતા વિદ્યાર્થીઓની તસવીર. ઈરફાન લકીવાલા

કઈ શાળાઓ સુધી પાકા રસ્તાની સુવિધા નથી
કુપ્પા, ગણીયાબારી, સાંકડીબારી, વાડીયા, ખોખરા (લા) અને બીલગામ આ શાળા સુધી આઝાદીના વર્ષો બાદ પણ પાકા ડામર રસ્તા નથી કે ગ્રામ પંચાયત દ્વારા પણ પાકા રસ્તા બનાવવામાં આવ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...