તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નસવાડીમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીને લઇ રેલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે નસવાડી આદર્શ નિવાસીના વિદ્યાર્થીઓ હાથમાં પ્લે કાર્ડ અને બેનરો લઈ રેલી સ્વરૂપે નસવાડીના જાહેર માર્ગ પર નીકળ્યા હતાં. જેમાં નસવાડી આરએફઓ કંચન ભાઈ બારીયા તેમજ અન્ય જંગલ ખાતાનો સ્ટાફ તેમજ આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો આ રેલીમાં જોડાયા હતા રેલીમાં જંગલના પ્રાણીને બચાવો વૃક્ષનું જતન કર્યે વગેરે સૂત્રોચાર જન જાગૃતિના ભાગરૂપે કર્યા હતાં. એકંદરે નસવાડી તાલુકાના અન્ય ગામડામાં પણ વન્ય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જંગલ ખાતાના કર્મચારીઓ દ્વારા ગામડા પણ માર્ગદર્શન અપાયું હતું.

કવાંટ તાલુકા પ્રા. શાળા નં-1માં પ્રીતિ ભોજન અપાયું
ગુજરાત રાજ્યના સૌથી પછાત ગણાતા કવાંટ તાલુકામાં કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી અને આ કોર્ટના મેજિસ્ટ્રેટ રહી ચુકેલા વી.ઓ.ભટ્ટ હાલ સુરત ખાતે ફરજ બજાવે છે. તેઓના પરિવાર દ્વારા કવાંટ નગરની તાલુકા પ્રાથમિક શાળા નંબર 1માં આશરે 650 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષક સ્ટાફને પ્રીતિ ભોજન કરવામાં આવ્યું. સુરતથી કવાંટ આવી સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતા તાલુકાના વિદ્યાર્થીઓને પ્રીતિ ભોજન કરાવીને તેઓ અને તેઓનો પરિવાર આનંદિત થયા હતા અને તેઓના સહકારમાં આ શાળાના પ્રિન્સીપાલ કૃતિકા બેન અને શિક્ષક રમણભાઈ રાઠવા રહ્યાં હતાં.

અંકલેશ્વરમાં દિવ્યાંગો સાથે જન્મદિનની ઉજવણી
સનાતન સેવાટ્રસ્ટના સભ્ય રમેશભાઇ ચૌધરીનો જન્મ દિવસનેયાદગાર અને અનોખી રીતે કરી હતી. સમાજમાં પ્રેસણારૂપ બને તે હેતુસર જન્મદિનની ઉજવણી દિવ્યાંગ બાળકો સાથે કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેથી તેમણે બી.આર.સી. કો-ઓર્ડીનેટર આમીનબેન પઠાણના સહયોગ થી અંકલેશ્વર બ્લોકની શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોને સાથે રાખી જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો. જે દિવ્યાંગ બાળકોનો તા.૪થીના રોજ જન્મદિન હતો તેમને પણ પોતાની સાથે રાખી કેકે કાપી હતી.રમેશભાઇ ચૌધરીએ તેમના જન્મદિનને યાદ

ટૂંડજ ગામે વિદાય સન્માન સમારંભ યોજાયો
જંબુસર તાલુકાના ટૂંડજ ગામે આવેલ પ્રાથમિક મિશ્ર શાળામાં ફરજ બજાવતા પ્રેમા શિવાભાઈ જાદવનો વિદાય તથા સન્માન સમારંભ શાળા સંકુલમાં યોજાયો હતો.સદર કાર્યક્રમમાં જંબુસર BAPS સ્વામિનારાયણ મંદિરના સંત શ્રી જ્ઞાનવીર સ્વામી,જંબુસર મતવિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકી, માજી મંત્રી છત્રસિંહ મોરી,પ્રભુદાસ મકવાણા,જીલ્લા શિક્ષક સંઘના મહામંત્રી પ્રદીપસિંહ રણા સહિત તાલુકાના શિક્ષકો,આચાર્યો તેમજ પરિવાર અને સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા.

વહેલમ તથા બામણવશી ગામે સફાઈ અભિયાન
જંબુસર તાલુકાના વહેલમ તથા પાદરા તાલુકાના બામણવશી ગામે પિરામલ ફાઉન્ડેશન ઉચ્છદ દ્વારા સી.એસ.આર પ્રવૃત્તિ દાન ઉત્સવ હેઠળ 2 થી 6 ઓક્ટોબર સુધી વિવિધ પ્રકારની જન જાગૃતિ પ્રવૃતિઓની ઉજવણી કરવામાં આવેલ હતી.ગાંધીજ્યંતી નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બામણવશી અને જંબુસર તાલુકાના વહેલમ ગામમાં 300 થી વધુ કંપનીના કર્મચારીઓ,અધિકારીઓ,ગામના સરપંચ સહીત શાળાના શિક્ષકો અને બાળકોએ ગામમાં સ્વછતા અંગેની જાગૃતિ રેલી યોજી સાફ સફાઈનો કાર્યક્રમ યોજ્યો હતો.

ધારીખેડાની નર્મદા સુગરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ
નાંદોદ તાલુકાની ધારીખેડા સુગર ફેક્ટરી ખાતે ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની દ્વારા શતાબ્દી વર્ષ અને ગાંધી જયંતિ નિમિતે સફાઈ અને વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યા હતો. જેમાં કંપનીની રીજિયોજનલ ઓફિસના સીઆરએમ શેખર સક્સેના, નિલેશ મલકન, ધારીખેડા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ, એમ.ડી.નરેન્દ્ર પટેલ રાજપીપલા ના ઉદય ઉપાધ્યાય સહીત અન્ય આધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતાં.

અંકલેશ્વર સ્વ. ધારાસભ્ય ઠાકોર પટેલને શ્રધ્ધાંજલી
અંકલેશ્વરના જવાહર બાગ ખાતે સહકાર મંત્રી ના પિતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય સ્વ ઠાકોરભાઈ ગુમાનભાઈ પટેલની 23 મી પુણ્યતિથિ નિમિત્તે ફૂલહાર ચડાવી હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવી હતી જેમાં મંત્રી ઈશ્વરભાઈ પટેલ ભરૂચ જિલ્લા પ્રમુખ યોગેશભાઈ પટેલ અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન અંકલેશ્વર નગરપાલિકા ચેરમેન ચેતનભાઇ ગોળવાળા સત્તા પક્ષ નેતા જનક શાહ માજી ચેરમેન સંદીપ ભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ નરેન્દ્ર ભાઈ પટેલ અને ભાજપના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

તમારા સમાજ - સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ બનતી નાની - મોટી ઉજવણીઅોને અા પાના પર સમાવવા માટે નીચે અાપેલ ઈ-મેઈલ અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપો

barodaregional123@gmail.com

અથવા નીચેના સરનામે મોકલી અાપોે | એ-49, આર્યન એવન્યુ રણછોડપાર્ક સોસાયટી, કારેલીબાગ, વડોદરા
અન્ય સમાચારો પણ છે...