Divya Bhaskar

Home » Madhya Gujarat » Chhota Udaipur » Nasvadi » Nasvadi - નસવાડી APMCનો વજન કાંટો બેટરીના અભાવે શોભાના ગાંઠિયા સમાન બન્યો

નસવાડી APMCનો વજન કાંટો બેટરીના અભાવે શોભાના ગાંઠિયા સમાન બન્યો

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:06 AM

બેટરી રિપેરિંગમાં આપી લાઈટનો પ્રોબ્લમ નથી : યાસીનભાઈ મંત્રી માલ સમયસર નહીં તોલાતા ખેડૂતોને કલાકો સુધી...

  • Nasvadi - નસવાડી APMCનો વજન કાંટો બેટરીના અભાવે શોભાના ગાંઠિયા સમાન બન્યો
    નસવાડી તાલુકાના 212 ગામ આવેલ છે મોટા ભાગના ખેડૂતો પોતાનો પાક ઉગી ગયા બાદ તેને વેચવા માટે નસવાડી આવે છે. નસવાડી ટાઉનમાં અનાજ કિરણાનો સૌથી મોટો વેપાર છે. જે દુકાનમાં ખેડૂતો કાચો માલ વેચાણ માટે લાવે છે. તે માલના તોલ માટે નસવાડીના વેપારી પાસે મોટા વજન કાંટાના હોય જેને લઈ નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વજન કાંટો આવેલ હોય ખેડૂત કાચો માલ તોલ કરાવવા જાય છે. ત્યારે નસવાડી માર્કેટના મુખ્ય વજન કાંટો બેટરી વગરનો હોય અવાર નવાર ખેડૂતોને કલાકો સુધી વાહન લઈ ઉભા રહેવાનો વારો આવે છે.

    શનિવારના રોજ નસવાડી એમજીવીસીએલનો વિજ પુરવઠો બંધ હોય નસવાડી તાલુકાના ઘટાશા ગામથી આવેલ ખેડૂતોનો કાચો માલ વજન કરાવવા માટે કલાકો સુધી બેસી રહેવાનો વારો આવ્યો હતો. નસવાડી માર્કેટમાં 80થી વધુ દુકાનો હોય મોટા મોટા ગોડાઉન આવેલ હોય દર માસે લાખ્ખો રૂપિયા ભાડાની આવક હોવા છતાં નસવાડી માર્કેટનો મુખ્ય વજન કાંટો બેટરી વગરનો હોય જ્યારે પણ વિજ પુરવઠો ન હોય ત્યારે ખેડૂતથી લઈ નસવાડી ટાઉનના વેપારીનો માલ વજન થતો નથી.

    નસવાડીના વેપારીઓ પણ કેટલીક વખત હેરાન થાય છે. જેમાં માલ ભરીને આવેલ વાહન ચાલકો વેપારી સાથે બોલાચાલી પણ કરે છે. નસવાડી માર્કેટમાં દરરોજની વજન કાંટાની આવક પણ સારી છે. જ્યારે અન્ય નસવાડીમાં વજન કાંટાની સુવિધા ન હોય ત્યારે નસવાડી માર્કેટના સત્તાધીશો ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.

    નસવાડી માર્કેટના વજન કાંટા પર ખેડૂતનો માલ ભરેલ વાહન પડી રહ્યા છે. તસવીર ઈરફાન લકીવાલા

    બેટરી રીપેરીંગમાં છે નવી લઈ કાંટો કાર્યરત કરીશું

    લાઈટ કોઈ વખત જતી હોય છે બેટરી રીપેરીંગમાં આપેલ છે. નવી લઈ કાંટો શરૂ કરીશું. યાસીનભાઈ દિવાન.,માર્કેટ મંત્રી નસવાડી

    કલાકથી બેસી રહ્યા છે માલનું વજન કરાયું નથી

    લાઈટ ન હોય કલાકથી બેસી રહ્યા છે. વાહન ભાડે કરેલ હોય બાહન માલિકને અન્ય ભાડું હોય ઉતાવળ કરે છે ક્યાં લઈને માલ જવાનું વજન કાંટો વ્યવસ્થિત હોવો જોઈએ. દિનેશભાઈ ભીલ, ખેડૂત ગામ ઘટાશા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending