કાચા રસ્તાના કારણે હાલાકી ભોગવતા 6 ગામના લોકો

નસવાડી તાલુકાના હરખોડ, કુંડા, વાડીયા, કુપ્પા જવાના કાચા,બિસ્માર રસ્તાથી લોકો પરેશાન છતાં તંત્ર ગામડાના રસ્તા...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:06 AM
Nasvadi - કાચા રસ્તાના કારણે હાલાકી ભોગવતા 6 ગામના લોકો
નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના વાડીયા ગામને જોડતો રસ્તો ધારશિમેલથી વાડીયા સુધીનો ડામર રોડ બિસમાર બની ગયો છે. સરકારી તંત્રને પણ ડુંગર વિસ્તારના હરખોડ, કુંડા, વાડીયા, ડબ્બા, પીપલવાળી, ગણીયાબારી, સાકળીબારી, કુપ્પા સુધી પહોંચવું હોય તો ભારે મુશ્કેલી પડે છે. નસવાડી તાલુકાના વાડીયા ગામે પહોંચવા માટે સાંકળ પીસાયતાનો ટૂંકો માર્ગ છે બીજો બુધા ઝૂલધાનીનો ટૂંકો માર્ગ છે. જ્યારે આ ટૂંકો માર્ગ ઉંચા નીચા થાડ પટાડ વાળો હોવા છતાંય વાડીયા ગામથી ઉપરના ગ્રામજનો આ ટૂંકો માર્ગ જવા માટે પસંદ કરે છે જે કાચો માર્ગ વિધાનસભાની ચૂંટણી વખતે મતદાન મથકો સુધી માર્ગ જિલ્લા કલેકટરની સૂચના મુજબ જેસીબીથી સરખા કરાયા હતાં. આજે જ્યારે ડુંગર વિસ્તારમાં જતા ગ્રામજનો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે ખાસ કરીને વર્ષોથી પાકા ડામર રોડ ન હોય ત્યારે જે કાચા માર્ગ છે. તેમાં પણ મસમોટા ખાડા પડી ગયા છે. ભારે વરસાદ બાદ મોટા ભાગના કાચા રસ્તા પર વચ્ચેથી પાણીની નિક બની ગઇ હોય જેને લઈ ડુંગર વિસ્તારમાં જતા વાહન ચાલકો ટૂંકા માર્ગે જઈ શકતા નથી. બાઈક સવાર પણ આ રસ્તેથી પસાર થાય છે ત્યારે કેટલીય વખત બાઈક સવાર અકસ્માતનો ભોગ બને છે. નસવાડી આર એન્ડ બી વિભાગ દ્વારા ચૂંટણીના સમયે જે કાચા રસ્તા ઓ સરખા કર્યા હતા જે હવે બિસમાર બની ગયા છે. ડુંગર વિસ્તારના ગ્રામજનો દ્વારા નસવાડીના સરકારી તંત્રને રજૂઆત કરેલ હોવા છતાં આર એન્ડ બી વિભાગ ધ્યાન આપતું નથી. સ્થાનિક ચૂંટાયેલા નેતાઓ પણ ડુંગર વિસ્તારના ગ્રામજનોને ફક્ત ઠાલા વચનો આપી રહ્યા છે. આજેપણ પ્રાથમિક શાળામાં જતા શિક્ષકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યાં છે. શાળાએ જતા શિક્ષકો સમયસર પોહચવા માટે નસવાડી થી વહેલાસર જવું પડે છે હાલ વરસાદ રહી ગયા બાદ નસવાડી તાલુકા ના કાચા રસ્તા બિસમાર બન્યાં છે જે રસ્તા તત્કાલ રીપેરિગ કરવા ગ્રામજનોની લોક માંગ ઉઠી છે. તેમજ છોટાઉદેપુર જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજેનર ડુંગર વિસ્તારના રસ્તાની મુલાકત લે અને તત્કાલ રોડના રિપેરિંગ કરાવે તે જરૂરી બન્યું છે.

આર એન્ડ બી વિભાગ ડુંગર વિસ્તારના રસ્તાની સુદ્ધા મુલાકાત લેતુ નથી

નસવાડી તાલુકાના કાચા રસ્તા વરસાદ પડ્યા બાદ બિસ્માર બની ગયા. ઈરફાન લકીવાલા

વરસાદ પડ્યા બાદ રસ્તા ખરાબ થતા ગાડી પણ જઇ શકતી નથી

કુપ્પાથી ગણીયાબારીનો રસ્તો, સાંકળ પીથી વાડીયાનો રસ્તો, કુપ્પાનો રસ્તો બધા જ ખરાબ થયા છે. વરસાદ પડ્યા બાદ રસ્તાની હાલત દયનીય બની જવા પામી છે. અને તેના કારણે વાહન ચાલકોને ઘણી મુશ્કેલી ભોગવી રહ્યાં છે. વળી આવા રસ્તાના કારણે 108 તો આવી જ નથી શકતી. રસુલભાઈ ડું ભીલ, ગ્રામજન, વાડીયા

X
Nasvadi - કાચા રસ્તાના કારણે હાલાકી ભોગવતા 6 ગામના લોકો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App