Home » Madhya Gujarat » Chhota Udaipur » Nasvadi » Nasvadi - તાલુકાના બીએલઓએ ઓનલાઈન તાલીમ નસવાડી કુમાર શાળામાં લીધી : તા. 1-9થી 15-10 સુધી ઝુંબેશ ચાલશે

તાલુકાના બીએલઓએ ઓનલાઈન તાલીમ નસવાડી કુમાર શાળામાં લીધી : તા. 1-9થી 15-10 સુધી ઝુંબેશ ચાલશે

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:06 AM

તાલીમ મતદાર નોંધણી ઝુંબેશને લઈ તાલીમ યોજાઈ

  • Nasvadi - તાલુકાના બીએલઓએ ઓનલાઈન તાલીમ નસવાડી કુમાર શાળામાં લીધી : તા. 1-9થી 15-10 સુધી ઝુંબેશ ચાલશે
    નસવાડી તાલુકામાં આગામી લોકસભાની ચૂંટણી આવનાર હોય જેના જ એક ભાગરૂપે મુખ્ય છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુજલ માયાત્રાની સીધી દેખરેખ હેઠળ સમગ્ર જિલ્લાના છ તાલુકાના બીએલઓને મતદાર નોંધણી ઝુંબેશના ભાગરૂપે ઓન લાઈન તાલીમ અપાઈ જેમાં નસવાડી તાલુકાના 161 બીએલઓને ખાસ ઝુંબેશના દીવસોની તારીખના તા. 16-09-18ના રવિવાર ના રોજ પ્રથમ દીવસ મતદાર ઝુંબેશ શરૂ કરાશે. જેમાં બીએલઓને ઓન લાઈન તાલીમ આપવામાં આવેલ છે. જે તાલીમમાં ગાંધીનગરના મુખ્ય ચૂંટણી અધિકારીના તાબા હેઠળના નિષ્ણાંત અધિકારીઓ દ્વારા ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નસવાડી તાલુકાના બીએલઓ નસવાડીની કુમાર શાળાના ચાર વર્ગોમાં ઓનલાઈન તાલીમ મેળવી હતી. નસવાડી મામલતદાર અને નાયબ મામલતદાર દ્વારા તમામ બીએલઓ તાલીમ લે તે માટે જરૂરી આયોજન કરાયું હતું. બીએલઓ હાજરી પૂરીને જતા ન રહે તે માટે રેવન્યુ તલાટીઓને પણ દેખરેખ માટે ઉભા રાખવામાં આવ્યા હતાં. તેમજ રવિવારના રોજ નસવાડી મામલતદાર દ્વારા દરેક ગામમાં પહોંચી બીએલઓની કામગીરીની જાત તપાસ કરવા જણાવ્યું છે.

    નસવાડી તાલુકાના બીએલઓ ઓનલાઈન તાલીમ લઈ રહ્યાં છે. તસવીર ઈરફાન લકીવાલા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ