Home » Madhya Gujarat » Chhota Udaipur » Nasvadi » Nasvadi - ઘૂંટીયા આંબાથી છલવાટાના 3 કિમી કાચા રસ્તાથી લોકોને પડતી હાલાકી

ઘૂંટીયા આંબાથી છલવાટાના 3 કિમી કાચા રસ્તાથી લોકોને પડતી હાલાકી

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:56 AM

8 વર્ષથી રજૂઆત કરવા છતાં પાકો રસ્તો બન્યો નથી ડામર રોડ નહી બને તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઇ

  • Nasvadi - ઘૂંટીયા આંબાથી છલવાટાના 3 કિમી કાચા રસ્તાથી લોકોને પડતી હાલાકી
    નસવાડી તાલુકાના અનેક ગામડામાં કાચા રસ્તાના કારણે ગ્રામજનો મુશ્કેલી ભોગવી રહ્યાં છે. ત્યારે નસવાડી તાલુકાના ઘૂંટીયાઆંબાથી છલવાટા જવાનો ત્રણ કિલોમીટરનો ટૂંકો માર્ગ વર્ષોથી માંગણી હોવા છતાં બનતો નથી. રાજ્ય સરકાર દ્વારા આદીવાસી વિસ્તારના લગતા પ્રશ્નોના નિરાકરણ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવતી હોવા છતાં અમુક ગામના ગ્રામજનોની માંગણીને સરકાર ધ્યાન પર લેતી નથી અથવા તો જે કામ આવે છે તેમાં વ્હાલા દવાલાની નીતિ અપનાવામાં આવતી હોય તેમ લાગી રહ્યું છે.

    ઘૂંટીયાઆંબાથી છલવાટા જવા માટેનો કાચો રસ્તો છે જે રસ્તો બનાવવા માટે છેલ્લા આઠ વર્ષથી નસવાડી તાલુકાની મુખ્ય પંચાયત માર્ગ અને મકાન વિભાગમાં લેખિતમાં અરજી આપેલ છે તેમજ છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજેનરને પણ લેખિતમાં જાણ કરાઈ છે છતાંય પણ આજદીન સુધી જે કાચો માર્ગ છે તેના પરથી જ ઘૂંટીયાઆંબાના ગ્રામજનો છલવાટા, નાનીકડાઈ અને કવાંટ તાલુકામાં જાય છે.

    છલવાટા ગામના ગ્રામજનોને દુગધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સારવાર માટે આવવું હોય તો 10 કિમીથી વધુનો અંતર કાપી આવવું પડે છે. સરકારની આરોગ્ય લક્ષી સેવા ઝડપથી મળે માટેનો ટૂંકો માર્ગ હોવા છતાં સરકારી તંત્ર વર્ષોથી ધ્યાન આપતું નથી. ચૂંટાયેલા નેતાઓને પણ લેખિતમાં રજૂઆત કરાઈ છે છતાં અજદિન સુધી આ રસ્તા બાબતે કોઈ મંજૂરી અપાઈ નથી. ચોમાસા દરમ્યાન આ કાચા રસ્તાના કારણે કેટલાય ખેડૂતો તેમજ બાઈક સવારો ભારે મુશ્કેલી ભોગવી રહ્યાં છે. આઠ વર્ષથી સરકારી તંત્રથી લઈ રાજકીય નેતાઓ અત્યંત જરૂરી કાચા રસ્તાને પાકા બનાવવા બાબતે ધ્યાન નહીં આપે તો આવનાર સમય ઘૂંટીયાઆંબા, છલવાટા, નાનીકડાઈના હજારો ગ્રામજનો દ્વારા પાકા ડામર રસ્તાની માંગને લઈ સરકારી તંત્રથી સતાધારી રાજકીય નેતાઓ સામે ઉગ્ર દેખાવો કરવાની ચમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે.

    ઘૂંટીયા આંબાથી છલવાટાના 3 કિમીનો રસ્તો આઝાદી પછી પણ પાકાે બનતાે નથી આઠ વર્ષથી કોઈ ધ્યાન નથી આપતું. તસવીર ઇરફાન લકીવાલા

    આઝાદી પછી પણ પાકા રસ્તા બનતા નથી આઠ વર્ષથી કોઈ ધ્યાન નથી આપતું

    અમારા ગામથી છલવાટા બાજુનો પાકો રસ્તો બનતો નથી. આવનાર સમયમાં રસ્તો નહીં બને તો ઉગ્ર કાર્યક્રમો કરી સરકારી તંત્ર સામે દેખાવો કરીશું. વખત આવે અલગ કાર્યક્રમો આપતા હવે ખચકાશું નહીં.વિઠ્ઠલભાઈ ડું ભીલ, ગ્રામજન ઘૂંટીયાઆંબા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ